જામનગર મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત આજ રોજ શહેરમાં આવેલ લાખોટા તળાવ અંદર સફાઈ શ્રમદાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Under the program

જામનગર મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત આજ રોજ શહેરમાં આવેલ લાખોટા તળાવ અંદર સફાઈ શ્રમદાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ચેરમેન નિલેશભાઇ કગથરા,ડે મેયર ક્રિષ્નાબેન શોઢા, શાષકપક્ષ નેતા આશિષભાઈ જોશી, કમિશ્નર ડી. એન. મોદી,ડે. કમિશ્નર ભાવેશભાઈ જાની, જામનગર એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી ના સી.ઇ.ઓ જે.ડી.ગઢવી તમેજ મ્યુની. સભ્યો, દરેક શાખાના શાખા અધિકારીશ તેમજ શાખાના કર્મચારીઓ અને (નેવી) આઈ.એન.એસ. વાલસુરાના કેડેટ તેમજ બહોળા પ્રમાણમાં સ્થાનિક લોકો તેમજ એન.જી.ઓ, વેપારી એસોસિએશન, વેગેરે કાર્યક્રમમાં શ્રમદાન માટે જોડાયા અને શ્રમદાન કરવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં આશરે ૧૫૦ જેટલા આઈ.એન.એસ. વાલસુરા નેવી કેડેટ, મહાનગરપાલિકાના તમામ શાખાના આસરે ૨૫૬ જેટલા કર્મચારીઓ, ૬૪૨ જેટલા સ્થાનિક લોકો અને ૨૦૬ સફાઈ કર્મચારીઓ દ્વારા આશરે ૨૫૦૮ કલાક જેટલું શ્રમદાન આપવામાં આવ્યું જેમાંથી એકત્રિત થયેલ કચરાનું ૦૧ જે.સી.બી., ૦૮ ટ્રેક્ટર અને ૦૪ ટાટા ૪૦૭ કચરા નીકાલ વાહનો દ્વારા પ્રતિ વાહન ૦૨ ટ્રીપ મારફાત ૬૧.૭૪ ટન જેટલા ગાર્બેજનો નિકાલ કરવામાં આવ્યો.