યુક્રેનમાં યુદ્ધ વચ્ચે Appleએ રશિયામાં પોતાના પ્રોડક્ટ્સના વેચાણ પર રોક લગાવી છે. આ વાતની જાણકારી કંપનીએ ટ્વીટર મારફતે આપી છે. એમાં પહેલા કંપનીએ રશિયામાં Apple Payની સર્વિસ પર રોક લગાવી છે. સાથે જ Appleએ રશિયાની ન્યુઝ એપ્સ RT અને Sputnikને App Store પરથી હટાવી દીધી છે.

કંપનીએ આપેલા  નિવેદન અનુસાર Appleએ રશિયામાં તમામ વેચાણ ચેનલોમાં નિકાસ  રોક લગાવી દીધી છે. કંપનીનું કહેવું છે કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અસરગ્રસ્ત દેશોની સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે.

ગત અઠવાડિયે યુક્રેનના નાયબ ઉપવડાપ્રધાન મિખાઈલો ફેડોરોવે એપલને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમને કંપનીના ઉત્પાદનો, સેવાઓ અને એપ સ્ટોરમાંથી રશિયાને હટાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે આવા પગલાથી કેટલાક યુવાનોને પર અસર પડશે અને રશિયાના લોકો તેમની સેનાના ઈરાદાનો વિરોધ કરશે. એપલના નિર્ણય બાદ માયખાઈલો ફેડોરોવે ટ્વીટ કરીને રશિયામાં એપલ પ્રોડક્ટ્સનું વેચાણ બંધ કરવાની જાણકારી આપી હતી. તેમને કહ્યું કે એપ સ્ટોરની ઍક્સેસ બંધ કરવાની માંગ કરી છે.