યુક્રેન અભ્યાસ અર્થે ગયેલ જામનગર વોર્ડ નં.- 2 મા રહેતા હર્ષદીપસિંહ જાડેજા જામનગર સહીસલામત પરત ફરતા તેમના ઘરે જઇ હર્ષદીપસિંહની શુભેચ્છા મુલાકાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડો. દીપિકાબેન સરડવા, ઉપાધ્યક્ષ અર્ચનાબેન ઠાકર, શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલભાઇ કગથરા લીઘેલ હતી સાથે શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા શહેર મંત્રી દિલીપસિંહ કંચવા વોર્ડના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ મહિલા મોરચાના શહેર પ્રમુખ રીટાબેન જોટગિયા, વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશભાઇ ભટ્ટ મહામંત્રી સી.એમ.જાડેજા ઉપસ્થિત રહેલ હતા અને હર્ષદીપસિંહ અને પરિવારને મોં મીઠા કરાવી આવકાર આપ્યો હતો.