કહેવત આજે સાચી પડી છે કે “રામ રાખે એને કોણ ચાખે” કારણકે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે એક વાડીના બોરવેલમાં બે વર્ષનું બાળક પડી જતા હાહાકાર મચ્યો હતો…15 થી 20 ફૂટ ઉંડા બોરમાં પડી જવા બાદ 9 કલાકમાં બોરમાં ફસાયેલ રહેલા રાજુએ આખરે જિંદગી અને મોત વચ્ચે છેડાયેલ જંગ જીતી લીધી છે અને સહી સલામત રીતે બહાર કાઢવામાં તંત્રને સફળતા મળી છે…..
રાજ્યમાં બોરવેલમાં બાળક પડી જવાની ઘટનાઓ વધી રહી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે એક વાડીના બોરવેલમાં બે વર્ષનું બાળક પડી જતા હાહાકાર મચ્યો હતો…બે વર્ષનું બાળક 15 થી 20 ફૂટ ઊંડા બોરમાં ફસાયું હોવાના અહેવાલો મળતાની સાથે અચાનકથી આ સમાચાર સાંભળનારાઓના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા….ખેતમજૂરનું બે વર્ષનું બાળક સાંજના સમયે ખેતરમાં રમતા રમતા બોરમાં પડી જતા જ પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક જામનગર ફાયરની ટીમને તાત્કાલિક જાણ કરી હતી. સાંજે 6 કલાક આસપાસ આ બનાવ બન્યો હતો. બાળક બોરવેલમાં પડવાના સમાચાર મળતા તંત્ર પણ દોડતું થયું હતું…જામનગરથી ફાયર બ્રિગેડ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી….
ફાયરની ટીમ તેમજ મેડિકલની ટીમ દ્વારા બાળકને કૃત્રિમ રીતે ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો હતો અને બોરવેલની નજીકમાં જ જેસીબીની મદદથી ખાડો પણ ખોદવાની શરૂઆત કરવામાં આવી હતી. બાળક બોરવેલમાં પડ્યું હોવાની માહિતી મળ્યા બાદ સ્થાનિક અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી.તાત્કાલિક અસરથી કલેકટર બી.કે.પંડયા લાલપુર મામલતદાર કેતન ચાવડા અને એસ.પી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો… રિલાયન્સ ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી હતી….બાળકને રડવાનો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો…અને આખરે તંત્રની મહેનત રંગ લાવી અને એ બાળકની કિલકારી ફરીથી ગુંજી ઉઠી છે….જેનો મુખ્ય શ્રેય જામનગર ફાયર ટીમના રાકેશ ગોકાણી , કામિલ મહેતા અને રિલાયન્સ ફાયર બ્રિગેડ ટીમની તેમજ સમગ્ર ફાયર અને મેડિકલની ટીમને જાય છે….
https://youtube.com/shorts/o3Bhtdfmx8Y?si=yw1dGMwoUcQzKMjs
આ ચમત્કારિક બચાવ થનાર બાળક એ એક ખેત મજુરી કરતા પરપ્રાંતીય પરિવારનું બાળક છે…જેનું નામ રાજુ છે અને તેના માતા પિતાને રાજુ સિવાય પણ અન્ય બે સંતાનો છે અને રાજુ સૌથી નાનો છે…ત્રણેય ભાઈઓમાં રાજુ બધાથી નાનો છે…ત્યારે ફાયર મેડિકલની ટીમના અથાગ પ્રયત્નો અને પરિશ્રમના કારણે રાજુને નવું જીવનદાન મળ્યું છે….એટલા માટે જ કહેવાય છે કે “રામ રાખે એને કોણ ચાખે”