Site icon Meraweb

ગુજરાતના દરિયા કિનારે બે લો પ્રેશર સક્રિય! આ વિસ્તારમાં વરસાદની આગાહી

Two low pressure active on the coast of Gujarat! Heavy rain forecast in this area

ગુજરાતના દરિયામાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. આ પહેલા 12 તારીખથી વરસાદનું જોર ઘટશે તેવી આગાહી કરવામાં આવી હતી. પણ સિસ્ટમ વધુ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સામાન્યથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 15 -16 ઓગસ્ટના એકાદ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. ભારે વરસાદ અને પવનને જોતાં દરિયાઈ બંદરો પર સિગ્નલ નંબર 1 લગાવવામાં આવ્યું છે. 

બંગાળની ખાડીમાં સર્જાયેલી વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં પહોંચી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર ઉપર એક નવી લો-પ્રેશર સિસ્ટમ બની છે. કચ્છ, દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, અરવલ્લી, રાજકોટ, જામનગર, દ્વારકા, સુરત, તાપી, નવસારી, ડાંગ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડમાં પણ વરસાદની આગાહી કરાઈ છે, આગામી ૪૮ કલાકમાં લો-પ્રેશર પશ્ચિમ તરફ આગળ વધશે તેવી શક્યતાના પગલે  શનિવારે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગીર- સોમનાથનો દરિયો પણ ગાંડોતુર બનતાં ભારે પવન ફૂંકાવવાની સાથે ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. દરિયામાં ઊછળતાં મોજાંઓની સાથે પ૦ કિલોમીટરની ઝડપ કરતાં વધુ પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને માછીમારોના જીવ તાળવે ચોંટ્યા છે, જ્યારે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયાં છે. અરબી સમુદ્રમાં ભારે કરંટથી અનેક બોટને નુકસાન પહોંચ્યું છે.