Site icon Meraweb

વૃક્ષોની કરાશે હત્યા: ગાંધીનગરમાં ફોરલેન રોડ બનાવવા માટે વૃક્ષો કાપી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો

Trees to be killed: It was decided to cut down trees to build a forlane road in Gandhinagar

ગાંધીનગરમાં છેલ્લા ઘણા વર્ષોમાં વૃક્ષો ઓછા થતા જોવા મળે છે. જોવા જઈએ તો ગાંધીનગરની વિકાસ અને સુવિધાને લગતી પ્રગતિ સારી જોવા મળે છે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાએ સૂચવ્યું છે કે રાજ્યની રાજધાની ગાંધીનગરે 2017 અને 2019 દરમિયાન વૃક્ષોનું ગાઢ આવરણ ઓછુ થતું જોવા મળે છે. પરંતુ તેમાં પ્રકૃતિનું આવરણ નીકળવા લાગે ત્યારે એ દોડ આંધળી બની જાય છે. ગાંધીનગર હવે પહેલાની જેમ લીલુંછમ જોવા મળતું નથી. જોવા જઈએ તો, રાંધેજા ચોકડીથી બાલવા ચોકડી સુધીના ટૂ લેન રોડને ફોરલેન બનાવવા માટે 1500 જેટલાં વૃક્ષ કાપી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

6.50 કિલોમીટર સુધી વિસ્તરેલી આ હરિયાળીને ઓછી કરી નાખવાનો આ નિર્ણય આંધળી દોડનું વરવું દૃષ્ટાંત છે. જોઈએ તો  2015માં દર 100 વ્યક્તિએ 456 વૃક્ષો હતા અને ફરી ઘટીને 100 વ્યક્તિએ 412 વૃક્ષ થઈ ગયાં છે. તેમજ ગાંધીનગરના પ્રવેશદ્વાર ચ-0થી ચ-1 સુધીનાં 1000 જેટલાં વૃક્ષ કાપવાના નિર્ણય બાદ તરત લેવાયેલો આ બીજો નિર્ણય છે.જે પર્યાવરણ માટે મોટું નુકસાન છે. આ ઉપરાંત પસંદ કરાયેલાં વૃક્ષોની છાલ કાપી નાખી ઝાડ કાપવાની યાદી માટે નિશાન કરવામાં આવે અને એ રીતે આ 1500 વૃક્ષોની છાલ કાપી નાખાવમાં આવી છે.