જે રીતે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોદેદારો તેમજ ધારાસભ્યો દ્ધારા વૃક્ષા રોપણ કરીને આ અમૃત કાર્ડ મહોત્સવને ઉજવવામાં આવ્યો શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધીંગેશ્વર મહાદેવ ખાતે વૃક્ષારોપણ કરવામાં વાયુ હતું. જેમાં કુલ 75 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જામનગર શહેર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ઉતરના ધારાસભ્ય રિવાબા જાડેજા , શહેર પ્રમુખ વિમલ ભાઈ ,મેયર બીનાબેન કોઠારી , મહામંત્રી વિજયસિંહ જેઠવા ,પ્રકાશભાઈ બાંભણીયા , મેરામણભાઇ ભાટુ પ્રદેશ યુવા મોરચા ઉપપ્રમુખ તથા જામનગર યુવા ભાજપ પ્રભારી હરેન્દ્ર સિંહ ગોહિલ , શહેર ભાજપ યુવામોરચાના પ્રમુખ દિલીપસિંહ , મહામંત્રી વિરલભાઈ બારડ , કરશનભાઇ ડેર ,જયભાઈ નડિયાપરા , કિશનભાઇ વઢવાણા, કુલદીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા.આ વૃક્ષ રોપણ કાર્યક્રમમાં ઇન્ચાર્જ તરીકે શહેર યુવા મોરચાના ઉપપ્રમુખ યતિનભાઈ પંડ્યા અને સહ ઇનચાર્જ ચિરાગભાઈ અશવારે , વોર્ડ પ્રભારી મિલનભાઈ જહેમત ઉઠાવી હતી.