Site icon Meraweb

Jamnagar : સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરીના લીધે 2 મે સુધી રેલ યાતાયાત થશે પ્રભાવિત જામનગરથી જતી આ ટ્રેન રહેશે બંધ

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શન માં આવેલા દિગસર-મુળી રોડ સ્ટેશનો વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના લીધે  23.04.2022 થી 02.05.2022 સુધી રેલ યાતાયાત પ્રભાવિત થશે. જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે:

રદ કરાયેલી ટ્રેનો:

• ટ્રેન નં 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 24.04.2022 થી 01.05.2022 સુધી રદ.

• ટ્રેન નં 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 25.04.2022 થી 02.05.2022 સુધી રદ.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

• ટ્રેન નં 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 24.04.2022 થી 01.05.2022 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નં 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 24.04.2022 થી 01.05.2022 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે. આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ તારીખો ટ્રેનોના મૂળ સ્ટેશન પરથી ઉપડવાની છે.

24.04.2022 થી 01.05.2022 સુધી માર્ગ માં રેગ્યુલેટ (લેટ) થનારી ટ્રેનો:

• ટ્રેન નં 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સપ્રેસ દરરોજ 30 મિનિટ

• ટ્રેન નં 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ દરરોજ 10 મિનિટ

• ટ્રેન નં 19578 જામનગર-તિરુનાલવેલી એક્સપ્રેસ દર રવિવારે 25 મિનિટ

• ટ્રેન નં 22939 હાપા-બિલાસપુર એક્સપ્રેસ દર રવિવાર 25 મિનિટ

• ટ્રેન નં 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ દર રવિવાર, મંગળવાર અને શુક્રવાર 25 મિનિટ