ભાણવડના ધારાગઢ ગામની કરુણ ઘટના; જામનગરના પરિવારે રેલવે ફાટક પાસે જઈ ઝેરી દવા ગટગટાવી

એક જ પરિવારના ચાર લોકોએ ઝેરી દવા પીને આપઘાત (Mass suicide incident) કરતા અરેરાટી મચી જવા પામી છે. દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લાના ભાણવડ (Bhanwad) તાલુકાના ધારાગઢ ગામ નજીકના ફાટક પાસે જ જામનગરના મધવ બાગ 1માં રહેતા અને બ્રાસપાટના વ્યવસાય સાથે સંકળાયેલા ધુંવા પરિવારના ચાર જેટલા સભ્યોના ઝેરી દવા પી બુધવારે સામુહિક આપઘાત (Mass suicide) કર્યો હતો. આ અંગેની જાણ થતા જ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે (dwarka police) દોડી જઈ તપાસ હાથ ધરી મૃતકોના પરિવારજનોને જાણ કરાઈ હતી

એક જ પરિવારના ચાર લોકોએ ઝેરી દવા પીને આપઘાત કર્યો

આ મૃતકોના મૃતદેહને ભાણવડ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિક પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પણ પૂર્ણ કરી ચાર વ્યક્તિઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે જામનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, જામનગરના સમગ્ર પરિવારે એક સાથે કયા કારણોસર ઝેરી દવા પી સામુહિક આપઘાત કર્યો તે અંગે રહસ્ય અકબંધ છે.

પરિવાર જામનગરના માધવબાગ-1માં રહેતો હતો

 ચકચારી સામૂહિક આપઘાતના બનાવની જાણ થતા મૃતકના પરિવારજનો તેમજ સગા સંબંધીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મરણ જનાર ચારેય વ્યક્તિઓ જામનગરના માધવબાગ-1માં રહેતા હોવાનું સામે આવ્યું છે. જામનગરના ઉદ્યોગ નગરમાં બ્રાસપાટના વ્યવસાય સાથે સંકળાયેલ એક જ પરિવારના સામુહિક આપઘાત કરતા શોકની લાગણી છવાઇ ગઇ છે.

પોલીસે હાથ ધરી તપાસ

મૃતકોના નામ જોઇએ તો, અશોકભાઈ ધુવા, તેમની પત્ની લીલુ ધુવા, દીકરો જીગ્નેશ ધુવા અને દીકરી કિંજલ ધુવા હોવાનું સામે આવ્યું છે. પરિવારના 4 સભ્યોએ કયા કારણોસર આપઘાત કરી લીધો છે તે અંગે હાલ ચારેયના મૃતદેહને જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરાય છે. આ ઘટનાને લઈને પૃથકના પરિવારજનો અને સ્નેહીઓ પણ હોસ્પિટલે દોડી ગયા છે.