આ છે દુનિયાની સૌથી પાતળી ઘડિયાળ! તેની જાડાઈ માત્ર 1.75mm જ

This is the thinnest watch in the world! Its thickness is only 1.75mm

આધુનિક જમાનામાં ટેક્નોલોજીમાં ન ધાર્યા હોય ન સાંભળ્યા હોય તેવા ગેજેટ્સ આવી રહ્યાં છે. તમે સ્પોર્ટ વોચ, સ્માર્ટ વોચ, એનલોગ વોચ સહિતની ઘડિયાળને જોઈ હશે. પરંતુ શું તમે દુનિયાની સૌથી પાતળી હાથમાં પહેરવાની ઘડિયાળ જોઈ છે. જી હાં, ગત સપ્તાહે Richard Mille નામની કંપનીએ દુનિયાની સૌથી પાતળી ઘડિયાળ લોન્ચ કરી છે. Richard Mille કંપની રોબસ્ટ સ્પોર્ટ્સ વોચ બનાવવા માટે જાણીતી છે. તેની અનેક વોચને પ્રખ્યાત ખેલાડી રાફેલ નડાલે પણ પસંદ કરી છે.

This is the thinnest watch in the world! Its thickness is only 1.75mm

આ કંપનીએ વિશ્વની સૌથી પાતળી ઘડિયાળ લોન્ચ કરી છે. કંપનીએ આ ઘડિયાળનું નામ RM UP-01 રાખ્યું છે. આ ઘડિયાળ એટલી પાતળી છે કે જોડાયેલા પટ્ટાઓ પણ આના કરતા જાડા છે. આ ઘડિયાળનું વજન માત્ર 30 ગ્રામ છે. આ વજન પટ્ટા સાથે છે. કંપનીના મુજબ આ ઘડિયાળને બનાવવામાં 6000 કલાકનો સમય લાગ્યો હતો. આ ઘડિયાળમાં 45 કલાકનો પાવર રિઝર્વ આપવામાં આવ્યો છે. આ સ્લિમ ઘડિયાળ ઈટાલિયન લક્ઝરી સ્પોર્ટ્સ કાર નિર્માતા ફેરારી સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. આમાં 2 ક્રાઉન આપવામાં આવ્યા છે.

This is the thinnest watch in the world! Its thickness is only 1.75mm

ઘડિયાળમાં રહેલા ક્રાઉનમાંથી એકનો ઉપયોગ હેન્ડ-સેટિંગ ફંક્શનને સક્રિય કરવા માટે થઈ શકે છે જ્યારે બીજાનો ઉપયોગ તેને સક્રિય કરવા માટે થઈ શકે છે. આ ઘડિયાળ પર રિચર્ડ મિલે લોગોની સાથે, તમને ટાઇટેનિયમ સરફેસ પર ફેરારીનો લોગો પણ જોવા મળશે. રિચર્ડ મિલેએ જણાવ્યું કે કંપનીએ RM UP-01નો લિમિટેડ સ્ટોક તૈયાર કર્યો છે. તેના માત્ર 150 પીસ જ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઘડિયાળની કિંમત 1.88 મિલિયન ડોલર એટલે કે 14.5 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. તેની જાડાઈ માત્ર 1.75mm છે.

This is the thinnest watch in the world! Its thickness is only 1.75mm

આ ઘડિયાળને પાતળી બનાવવા માટે, ઘટકોને એક જગ્યાએ રાખવાને બદલે, કંપનીએ વિશાળ સર્ફેસ એરિયા પર વિતરણ કર્યું. અગાઉ માઈક્રો વોચ બનાવવાનો રેકોર્ડ બુલ્ગેરીના નામે હતો. કંપનીએ 1.80mm પાતળી ઘડિયાળ તૈયાર કરી હતી. કંપનીએ તેને ઓક્ટો ફિનિસિમો અલ્ટ્રા નામ આપ્યું છે. તે વર્ષની શરૂઆતમાં જ રજૂ કરવામાં આવી હતી.