Site icon Meraweb

ફોટામાં દેખાતો આ ક્યૂટબોય બોલીવૂડ પર આજે રાજ કરે છે!

This cute boy seen in the photo is ruling Bollywood today!

આ તસવીરમાં બહેનની સાથે પાછળ હાથ કરીને સુતેલુ આ બાળક બોલિવુડનો મોટો એક્ટર બની ગયો છે. ફોટોમાં તે તોફાની અને કૂલ લાગી રહ્યો છે. મોટા થયા બાદ પણ તે પોતાના કૂલ અંદાજ માટે જાણીતો છે. ફિલ્મોમાં ઘણીવાર તે બોલિવુડની ટોચની અભિનેત્રીઓના હીરોના રોલમાં જોવા મળે છે. તે પોતાની ફેશન અને સ્ટાઈલના કારણે સતત ચર્ચામાં રહેતો હોય છે. બોલિવુડની ટોચની અભિનેત્રી તેની પત્ની છે. તે બોલિવુડનો મોટો સ્ટાઈલ આઈકોન છે. તાજેતરમાં તે પોતાના ફોટોશૂટના કારણે ખૂબ જ ચર્ચામાં છે.

જો તમે હજુ સુધી આ બાળકને ન ઓળખ્યું હોય તો તમને જણાવી દઈએ કે, આ ફોટો રણવીર સિંહના બાળપણનો ફોટો છે. તેમનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ એક્ટર બનવા માંગતા હતા પરંતુ કોલેજના દિવસો દરમિયાન તેમને લાગ્યું હતું કે એક્ટિંગનો વિચાર તો ખૂબ જ દૂરની વાત છે અને તેમણે રાઈટિંગ ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યુ હતું. બ્લૂમિંગ્ટન ખાતેની  ઈન્ડિયાના યુનિવર્સિટી બેચલર ઓફ આર્ટસની ડિગ્રી મેળવીને તેઓ ભારત આવ્યા અને ઓડિશન આપવાનું શરૂ કરી દીધું હતું. 

રણવીરે વર્ષ 2010માં યશ રાજ ફિલ્મસની ફિલ્મ બેન્ડ બાજા બારાત માટે ઓડિશન આપ્યુ હતું અને તેમનું સિલેક્શન થઈ ગયુ હતું. આ ફિલ્મમાં તેમણે દિલ્હી ખાતેના બિટ્ટૂ નામના છોકરાનો રોલ કર્યો હતો. આ ફિલ્મ રિલીઝ બાદ હીટ થઈ હતી અને રણવીરને બેસ્ટ ડેબ્યુ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. વર્ષ 2022માં તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને એક પછી અક ફિલ્મો મળતી ગઈ અને આજે તેમની ગણતરી ટોચના સ્ટાર્સમાં થાય છે. તાજેતરમાં રણવીર સિંહે એક મેગેજિનના કવર માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યુ છે. તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે. તેમના આ ફોટો ઉપર ખૂબ જ વિવાદ સર્જાયો હતો. તમને જણાવી દઈએ કે, તેઓ પોતાની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માં આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.