Site icon Meraweb

ચીની કંપનીની કર્મચારીઓને વિચિત્ર સજા! ‘કંપનીમાં ટાર્ગેટ પૂરો ન થાય તો ખવડાવે છે કાચા ઈંડા

This Chinese company gives strange punishment to employees! If the target is not met in the company, they are fed raw eggs

વિશ્વભરના દરેક દેશમાં નોકરીને લઈને કર્મચારીઓચિંતામાં રહે છે. ઘણી જગ્યાએ વર્કિંગ કલ્ચરને લઈને વિચિત્ર નિયમ પણ છે. તો ચીન એક એવો દેશ છે જ્યાં નોકરી અને વર્કિંગ કલ્ચરના ખુબ આકરા નિયમ છે અને ટાર્ગેટ પૂરો ન કરવા પર કર્મચારીઓને સજા પણ ભોગવવી પડે છે. હાલમાં ચીનની એક કંપનીએ કર્મચારીને વિચિત્ર સજા સંભળાવી જેની ચર્ચા દુનિયામાં થઈ રહી છે. 

ચીનની ઝંગઝાઉ ટેક કંપનીના ઈન્ટર્ને સોશિયલ મીડિયા પર પોતાનું દુખ વ્યક્ત કરતા જણાવ્યું કે અહીં ખરાબ પરફોર્મેંસ પર કર્મચારીઓને કાચા ઈંડા ખાવા પર મજબૂર કરવામાં આવે છે. ઈન્ટર્ને સોશિયલ મીડિયા પર લખ્યું કે કંપનીમાં કર્મચારીઓ માટે ગજબ નિયમ છે, જો કોઈ કર્મચારી સમય પર પોતાનો ટાર્ગેટ પૂરો કરતો નથી તો કંપની તેને કાચા ઈંડા ખાવાની સજા આપે છે. 

ઈન્ટર્ને આગળ જણાવ્યું કે જ્યારે તેણે ઈંડા ખાવાની ના પાડી તો મેનેજમેન્ટ નારાજ થઈ ગયું અને તેને ઈન્ટર્નશિપ ખતમ કરવા પર મજબૂર કરવામાં આવ્યો. ઈન્ટર્ને જણાવ્યું કે જે કર્મચારીઓને કાચા ઈંડા ખાવા માટે મજબૂર કરવામાં આવે છે તો તેને ઉલ્ટી પણ થાય છે પરંતુ મેનેજમેન્ટને તેનાથી કોઈ ફેર પડતો નથી. જો કોઈ સવાલ ઉઠાવે તો એચઆર સીધુ કહે છે કે ક્યો કાયદો કાચા ઈંડા ખાવાથી રોકે છે?

તો ચીની કંપનીના કર્મચારીઓને કાચા ઈંડા ખવડાવવાને લઈને સોશિયલ મીડિયા પર આલોચના શરૂ થઈ ગઈ છે. ઘણા યૂઝર્સનું કહેવું છે કે આ અમાનવીય કૃત્ય છે. કાચા ઈંડા ખાવાથી શરીરને ઘણા નુકસાન થાય છે. મામલો ચર્ચામાં આવ્યા બાજ જિનશુઈ જિલ્લાના લેબર ઇન્સ્પેક્શન બ્રિગેડે તપાસ શરૂ કરી છે. પરંતુ કંપનીના મેનેજમેન્ટનું કહેવું છે કે કર્મચારી સેલ્સ પ્રોસેસ માટે જવાબદાર હોય છે, તેવામાં તેને ઈનામ મળે છે તો સજા પણ ભોગવવી પડશે.