Site icon Meraweb

સિબિલ સ્કોર નીચો હોય તો પણ મળશે લોન એમ કહીને કેટલાયનું કરી નાખ્યુ આ બંટી બબલીએ

જામનગરમાં ઓનલાઈન ઓછા વ્યાજે લોનના નામે છેતરપીંડી કરનાર ગેંગ પકડાઈ. ઓછા વ્યાજે લોનના નામે છેતરપીંડી કરનાર ગેંગને જામનગરની સાઈબર સેલની ટીમ પકડી પાડેલ. સોશિયલ મીડીયામાં ઓછા સીબીલસ્કોર છંતાય સસ્તા વ્યાજ દરે લોનની લાલચ આપી પ્રોસેસીંગ ફીના નામે રૂપિયા મેળવતી ગેંગના બે સભ્યોને પોલિસે પકડી પાડેલ છે. ઓછા સીબીલ સ્કોર હોય તેવા લોકોને પણ લોન મળી શકે તેવી લોભામણી જાહેરાતો આપીને રૂપિયા કમાતા ગેંગના બે સભ્યો જામનગરની પોલિસે પકડી પાડેલ.

થોડા સમય જામનગર પોલિસને ફરીયાદ મળી હતી. લોનના ઓછા વ્યાજની લાલચ આપીને 19 850 રૂપિયા મેળવી લીધા બાદ લોન ના આપીને છેતરપીંડી કરી છે. જેની તપાસ કરતા સાઈબર ક્રાઈમની ટીમને ગેંગે બે સભ્યો પકડાયા છે. જે ઓનલાઈન ઓછા સીબીલ સ્કોર હોય તો પણ ઓછા વ્યાજે લોન આપવાની જાહેરાત સોશિયલ મીડીયામાં આપતા. બાદ લોકો પાસેથી માહિતી, મેળવીને તેમની પાસેથી પ્રોસેસીંગ ફીના નામે પૈસા મેળવી લેતા બાદ કોઈ સંપર્ક ના કરતા અને ના લોન આપતા. જેમાં સુરતના વિરલ જગદીશ સિધ્ધપુરાને રાજકોટથી અને જામનગરના ફલ્લા ગામના જાનકી ધણસાણીયાને ફલ્લામાંથી પકડી પાડેલ છે. પોલિસે ગેંગના બે સભ્યોને પકડી પાડેલ છે. અન્ય બે સભ્યો ફરાર છે. જેને શોધવા તપાસ આરંભી છે. પોલિસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ કે જામનગરના એક વ્યકિત સાથે આ રીતે પૈસા મેળવ્યા હતા. તેવી રીતે અન્ય શહેરમાં અનેક લોકોને ભોગ બન્યા છે. વલસાડ, રાજકોટના અન્ય ચાર લોકો સાથે પણ છેતરપીંડી કર્યાનુ ખુલ્લુ છે. અને હજુ વધુ લોકો ફરીયાદ કરવા માટે સામે આવે તેવી શકયતા છે. આરોપીઓ દ્રારા સોશીયલ મીડીયામાં ફેલ લોન કંપની પેજના નામ રાખ્યા હતા. જેમાં જયપુર બેન્ક લી. પ્રગતિ ફાઈનાન્સ, આર્ય સ્મોલ ફાઈનાન્સ, રાજ ફાઈનાન્સ, વિકાસ ફાઈનાન્સ નામે ફેંક કંપનીઓના નામ બતાવીને છેતરપીંડી કરતા.

પોલિસના હાથે આરોપીઓ આવતા પોલિસ ઉડાણપુર્વકની તપાસ આંરભી છે. જેમાં કેટલા લોકોને ભોગ બનાવ્યા છે. કુલ કેટલા રૂપિયાની છેતરપીંડી કરી છે. અને કેટલા લોકો સંડાવેલ છે અને કેટલા સમયથી આ પ્રવૃત્તિ ગેંગ દ્રારા કરવામાં આવે છે. તમામ સવાલોનો જવાબ મેળવવા માટે પોલિસ પુછપરછ શરૂ કરી છે.