ખેલાડીઓથી લઈને ચાહકો સુધી, દરેક જણ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની હરાજીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવતા વર્ષે IPLની હરાજી ક્યારે અને ક્યાં યોજાશે તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. વિશ્વની સૌથી અમીર ક્રિકેટ લીગ માટે ખેલાડીઓની હરાજી આ વખતે ભારતમાં થશે નહીં. લીગની તમામ 10 ટીમો હરાજીમાં ભાગ લેશે.
IPL 2024 ની હરાજીની તારીખ જાહેર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે IPL હરાજી માટે સત્તાવાર રીતે દુબઈને સ્થળ તરીકે પસંદ કર્યું છે. કોકા-કોલા એરેના ખાતે 19 ડિસેમ્બરે હરાજી થશે. આ પહેલીવાર હશે જ્યારે આઈપીએલની હરાજી વિદેશમાં થશે. તે જ સમયે, BCCI દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવાની અંતિમ તારીખ 26 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. અગાઉ આ સમયમર્યાદા 15 નવેમ્બર હતી.
તમામ ટીમોને 5 કરોડ રૂપિયાનો લાભ મળશે
દરેક ટીમ પાસે 2024ની સિઝન માટે તેમની ટીમ બનાવવા માટે રૂ. 100 કરોડનું પર્સ હશે, જે ગત સિઝનના રૂ. 95 કરોડ કરતાં રૂ. 5 કરોડ વધુ છે. દરેક ટીમે હરાજીના દિવસે કેટલો ખર્ચ કરવો પડશે? આ 2023ની હરાજીમાંથી તેમના બિનખર્ચાયેલા પર્સ ઉપરાંત તેઓ જે ખેલાડીઓને રિલીઝ કરે છે તેના મૂલ્ય પર આધારિત છે.
આગામી સિઝન માટે ટ્રેડિંગ વિન્ડો ખોલવામાં આવી છે
IPL 2024 પહેલા તમામ ટીમો માટે ટ્રેડિંગ વિન્ડો પણ ખુલી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડિંગ વિન્ડો વાપરી હતી. મુંબઈ ઈન્ડિયન્સે રોમારિયો શેફર્ડને લખનૌ સુપરજાયન્ટ્સ પાસેથી ખરીદ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે રોમારિયો શેફર્ડને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. તેણે IPL 2023માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે માત્ર 1 મેચ રમી હતી.