Site icon Meraweb

ભારતીય ટી20 ટીમમાં આ ત્રણ ખેલાડી લઇ શકે છે વિરાટ કોહલીની જગ્યા

These three players can replace Virat Kohli in the Indian T20 team

લાંબા સમયથી ટી20માં વીરાટ કોહલી ખરબ પરફોર્મન્સ કરી રહ્યો છે. છેલ્લા બે વર્ષ દરમિયાન તે કોઈ ખાસ સદી ફટકારી શક્યો નથી. તેવામાં હવે તેની ટીમમાં જગ્યાને લઈને સવાલો ઉઠી રહ્યાં છે. જોઈએ તો ભારતીય ટી20 ટીમમાં ત્રણ ખેલાડી એવા છે, જે વિરાટ કોહલીની જગ્યા લઈ શકે છે.જેમના આ બે ખેલાડીઓ સદી ફટકારી ચુક્યા છે. શ્રેયસ અય્યર જેણે છેલ્લા કેટલાક વર્ષોમાં સારૂ પ્રદર્શન કર્યું છે. તેમજ તે ટીમ માટે પણ ઉપયોગી સાબિત બન્યો છે. તે ગમે તે પિચ પર રન બનાવવાની ક્ષમતા ધરાવે છે. શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં તેણે સતત ત્રણ અડધી સદી ફટકારી હતી. અય્યરે ભારત માટે 41 ટી20 મેચોમાં 903 રન પણ બનાવ્યા છે. 

સૂર્યકુમાર યાદવ તે ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરની મહત્વની કડી બની ગયો છે.હાલમાં તેને ઈંગ્લેન્ડ વિરુદ્ધની ત્રીજી ટી20 મેચમાં 117 રનની ઈનિંગ રમી બધાનું દિલ જીતી લીધુ હતું.સૂર્યકુમાર યાદવે ભારત માટે ટી20માં 4 અડધી સદી અને એક સદી ફટકારી છે. આઈપીએલ 2022 બાદ દીપક હુડ્ડાએ પણ દર્શકોના દિલમાં પોતાના માટે અલગ સ્થાન બનાવ્યું છે. તેણે આયર્લેન્ડ સામે ટી20 મેચમાં સદી ફટકારી હતી.દીપક હુડ્ડા તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. તેવામાં તેની નજર પણ વિશ્વકપની ટીમમાં જગ્યા બનાવવા પર હશે.