અફઘાનિસ્તાનના આ 2 ખેલાડીઓએ શ્રેણીબદ્ધ રેકોર્ડ બનાવ્યા, રોહિત-ગિલની કરી બરાબરી

These 2 players from Afghanistan created a series of records, equaling that of Rohit-Gill

અફઘાનિસ્તાને ODI વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું. આ મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને જીતવા માટે 283 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે અફઘાનિસ્તાને આસાનીથી મેળવી લીધો હતો. વર્તમાન વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ટીમ માટે રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાન અદ્દભૂત પ્રદર્શન કરી રહ્યા છે. આ બંને ખેલાડીઓની વિસ્ફોટક ઇનિંગ્સના કારણે જ અફઘાન ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. આ બંને ખેલાડીઓએ પોતાની શાનદાર બેટિંગથી ઘણા રેકોર્ડ બનાવ્યા.

ઈંગ્લેન્ડ સામે અફઘાનિસ્તાનની જીતમાં રહેમાનુલ્લાહ ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે બંને ખેલાડીઓએ પાકિસ્તાન સામે પણ વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ ખેલાડીઓએ પાકિસ્તાન સામે પ્રથમ વિકેટ માટે 130 રનની ભાગીદારી કરી હતી. અફઘાનિસ્તાન માટે ODI વર્લ્ડ કપમાં કોઈપણ વિકેટ માટે આ બીજી સૌથી મોટી ભાગીદારી છે.

ODI વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન માટે સૌથી મોટી ભાગીદારી:

133 – ઇકરામ અલીખિલ અને રહેમત શાહ, 2019
130 – ઇબ્રાહિમ ઝદરાન અને આર ગુરબાઝ, 2023 (આજે)*
121 – અઝમતુલ્લા ઓમરઝાઈ અને એચ શાહિદી, 2023
114 – ઇબ્રાહિમ ઝદરાન અને રહેમાનુલ્લા ગુરબાઝ, 2023

રોહિત-ગિલ બરાબરી પર આવ્યા

પાકિસ્તાન સામેની મેચમાં રહેમાનુલ્લા ગુરબાઝે 65 રન અને ઈબ્રાહિમ ઝદરાને 87 રન બનાવ્યા હતા. તે પોતાની સદી પૂરી કરી શક્યો નહોતો. પરંતુ બંને યુવા ખેલાડીઓએ પોતાની શાનદાર બેટિંગથી સૌના દિલ જીતી લીધા હતા. આ બંને ખેલાડીઓએ અફઘાનિસ્તાન માટે વનડેમાં 4 વખત સદીની ભાગીદારી કરી છે. આ ચાર ભાગીદારી વર્ષ 2023માં કરવામાં આવી છે. આ સાથે આ બંને ખેલાડીઓએ રોહિત શર્મા અને શુભમન ગિલની બરાબરી પણ કરી લીધી છે. રોહિત-ગિલે વર્ષ 2023માં વનડેમાં ભારત માટે ચાર વખત સદીની ભાગીદારી પણ કરી છે.

ઈબ્રાહિમ ઝદરાને પાકિસ્તાન સામેની મેચમાં 113 બોલમાં 87 રન બનાવ્યા હતા, જેમાં 10 ચોગ્ગા સામેલ હતા. તે ODI વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન માટે બીજો સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી બની ગયો છે. અફઘાનિસ્તાન તરફથી સમીઉલ્લાહ શિનવારીએ વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડ સામે 96 રનની ઇનિંગ રમી હતી.

ODI વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન માટે સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ખેલાડીઓની યાદી:

96 – સમીઉલ્લાહ શિનવારી, 2015
87 – ઇબ્રાહિમ ઝદરાન, 2023*
86 – ઇકરામ અલીખિલ, 2019
80 – હશમતુલ્લાહ શાહિદી, 2023
80 – રહેમાનુલ્લા ગુરબાઝ, 2023