જામનગર શહેરમાં 21 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મોની ઘટનાએ સમગ્ર શહેરમાં ચર્ચા મચાવી દીધી છે. જામનગર સીટી એ ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા પંચેશ્વર ટાવર નજીક એક ફ્લેટમાં અને અન્ય સ્થળોએ યુવતી પર ત્રણ વિધર્મીઓ દ્વારા સામૂહિક દુષ્કર્મની ફરિયાદના પગલે પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને દબોચી લીધા છે.
આ બાબતની સમગ્ર વિગતની જો વાત કરીએ તો જામનગર શહેરમાં રહેતી એક 21 વર્ષીય યુવતી પંચેશ્વર ટાવર વિસ્તારમાં આરોપી હુશેન ગુલમામદના ઘરે ઘર કામ માટે જતી હતી.કોઈ એક દિવસ યુવતી બાથરૂમમાં સ્નાન કરતી હતી ત્યારે આ કેસનો મુખ્ય આરોપી હુશેન ગુલમામદ દ્વારા એક સમયે ચોરી છુપે તેણીના ફોટા અને વિડિયો ઉતારવામાં આવ્યા હતા.અને ત્યારબાદ તે ફૂટેજના આધારે તે યુવતીને બ્લેકમેલ કરવાની શરૂઆત કરી હતી , ત્યારબાદ બ્લેકમેલિંગના આધારે યુવતીના ન્યૂડ વિડીયો અને ફોટો લીધેલા યુવકે તેના અન્ય બે મિત્રો હમીરખાન ઉર્ફે ખાનભાઇ , જાફરખાન જરવાલ અને ફૈઝલ ઉર્ફે કારાભાઇ લતીફ દરવાન છેલ્લા દોઢેક વર્ષ પહેલાંના સમયગાળાથી ફાર્મ હાઉસ સહિતના સ્થળોએ દુષ્કર્મ આચરતા હોવાની ફરિયાદ યુવતીએ પોલીસને આપ્યા બાદ પોલીસ દ્વારા આ ત્રણેય આરોપીઓને હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેન્સના આધારે પકડી પાડ્યા છે.