રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી જિલ્લાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સીધી ખરીદી કરવામાં આવશે

The state government will purchase directly from the farmers of the district at the minimum support price at the support price

જામનગર તા.30 સપ્ટેમ્બર, ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે, તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩- ૨૪માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. જેમાં, પ્રતિ ક્વિન્ટલ
(૧) ડાંગર (કોમન) રૂ.૨૧૮૩, (૨) ડાંગર (ગ્રેડ-એ) રુ.૨૨૦૩, (૩) મકાઈ રુ.૨૦૯૦, (૪) બાજરી રુ.૨૫૦૦, (૫) જુવાર (હાઈબ્રીડ) રુ.૩૧૮૦, (૬) જુવાર (માલદડી) રુ.૩ર૨પ અને (૭) રાગી માટે રુ.૩૮૪૬ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નિર્ધારિત કરવામાંં આવ્યા છે.

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઈન નોંધણી ગ્રામ્ય કક્ષાએ VCE (વી.સી.ઈ.) અને સંબંધિત ગ્રામપંચાયત મારફતે આગામી તા.૩૧ ઓક્ટોબર સુધીમાં કરવવાની રહેશે.

India wheat output seen at 106.41 mn tonnes, 4.41% less than last estimate

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેના જરૂરી આધાર-પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭/૧૨, ૮/અની નકલ, ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય, તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામની બેન્ક ખાતાની વિગત, બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ અરજી પત્રકની સાથે જોડવાની રહેશે.

અત્રે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત હોવાથી જે ખેડૂતોએ ઓનલાઈન નામ નોંધણી ના કરાવી હોય, તો તેવા ખેડૂતોને આનો લાભ મળશે નહીં. જિલ્લાના ખેડૂતોને આ તમામ બાબતોની ખાસ નોંધ લેવા માટે, જિલ્લા મેનેજર ગ્રેડ-૨, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી., જામનગરની યાદીમાંં જણાવવામાંં આવ્યુંં છે.