ફિલ્મ “લાઈગર”ની રફતાર બીજા દિવસે ઘટી! જાણો કેટલી કમાણી કરી છે

The price of the film

વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ લાઈગરને લઈને ખૂબ બઝ બનેલો છે. લાંબા સમય બાદ ફિલ્મ 25 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ઓપનિંગ ડે પર ફિલ્મે વર્લ્ડવાઈડ 33.12 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ત્યાં જ હવે બીજા દિવસનું કલેક્શન પણ સામે આવી ચુક્યું છે. 

જે હિસાબથી વિજય દેવરકોંડા ને અનન્યા પાંડીની ફિલ્મનું પ્રમોશન થઈ રહ્યું હતું. તે જોઈને લાગી રહ્યું હતું કે ફિલ્મ તાબડતોબ કમાણી કરશે. પરંતુ પહેલા અને બીજા દિવસનું કલેક્શન સામે આવ્યા બાદ બધી આશાઓ પર પાણી ફરતુ જોવા મળી રહ્યું છે. બીજા દિવસે લાઈગરની કમાણીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. 

The price of the film "Liger" fell on the second day! Know how much you have earned

એક રિપોર્ટ અનુસાર ફ્રાઈડેએ ફિલ્મે ફક્ત 16 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ત્યાં જ જો લાઈગરના બિઝનેસની તુલના લાલ સિંહ ચડ્ઢા સાથે કરવામાં આવે તો આમિર ખાનની ફિલ્મે બીજા દિવસે 7.26 કરોડનો બિઝનેસ કર્યો હતો.  પહેલા અને બીજા દિવસના કલેક્શને તો નિરાશ કર્યા પરંતુ વીકેન્ડ પાસેથી સારી કમાણીની આશા રાખવામાં આવી રહી છે. બની શકે છે કે ફિલ્મને વીકેન્ડનો ફાયદો મળે અને લાઈગર સારો બિઝનેસ કરી શકે. એવું પણ બની શકે છે કે લાઈગરને મળી રહેલી નેગેટિવ કમેન્ટ્સ પણ તેની કમાણી પર અસર કરી શકે. લાઈગરથી વિજય દેવરકોંડાએ બોલિવુડમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મમાં વિજય દેવરકોંડાની સાથે રામ્યા કૃષ્ણન, રોનિત રોય અને મકરંજ દેશપાંડે પણ મહત્વપૂર્ણ ભુમિકામાં છે. ઈન્ટરનેશનલ બોક્સર માઈક ટાયસને પણ લાઈગરમાં કેમિયો કર્યો છે. આ ફિલ્મના પ્રડ્યુસર કરણ જોહર છે. કદાચ આજ કારણ છે કે લોકો સાઉથ એક્ટરની ફિલ્મને બોયકોટ કરવાની માંગ કરી રહ્યા છે.