Site icon Meraweb

LPG સિલિન્ડરના ભાવમાં 50નો તોતિંગ વધારો ઝીંકાયો

Inflation hits again! The price of LPG cylinders has gone up by a whopping 50 per cent

વધુ એક વખત રાજ્યના લોકો પર મોંઘવારીનો માર આપવામાં આવ્યો છે. આજે ફરી એકવાર  રાંધણ ગેસના ભાવમાં ઉછાળો આવ્યો છે. રાંધણ ગેસના 14.2 કિલો વાળા સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં એલપીજી સિલિન્ડર 1053 રૂપિયામાં મળશે. જ્યારે કોલકાતામાં રૂ. 1079 અને ચેન્નાઇમાં રૂ. 1068.50 આજથી મળશે. 14.2 kg વાળો સિલિન્ડરની સાથે સાથે નાના 5 kg ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે. તેની કિંમતમાં 18 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે.

22 માર્ચ, 2022નાં રોજ રાંધણ ગેસનાં ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને જેને કારણે તેનો ભાવ 899.50 રૂપિયાથી વધીને 949.50 રૂપિયા થઈ ગયો હતો. અને ફરીથી 7 મે, 2022નાં રોજ રાંધણ ગેસના ભાવમાં ફરી એક વખત રૂ. 50 વધારવામાં આવ્યા. આ વધારા પછી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયાથી વધીને 999.50 રૂપિયા થઈ ગઈ હતી.

ત્યારે બીજી તરફ 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટાડવામાં આવ્યો છે. પ્રતિ સિલિન્ડર તેની કિંમતમાં 8.50 રુપિયાનો ઘટોડા કરવામાં આવ્યો છે. જો કે, આ રાહત વધારે નથી, કારણ કે થોડા દિવસો પહેલા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો હતો. 14.2 કિલોવાળા રાંધણ ગેસ સિલિન્ડરના નવા ભાવ 6 જુલાઈથી લાગુ થઈ ગયા છે. એટલે કે આજે તમે સિલિન્ડર બુક કરાવો છો તો તમારે હવે 1003 રૂપિયાના બદલે 1053 રૂપિયા ચુકવવા પડશે.