આ વર્ષમાં ઘણી સારી ફિલ્મો દર્શકોને જોવા મળી છે આ જ રીતે આવનારા બીજા છ મહિના પણ ધમાકેદાર પસાર થવાના છે. બોલીવુડ અને સાઉથની કેટલીક બિગ બજેટ ફિલ્મ લાઈનમાં રીલીઝ થવા ઉભી છે. જે થિયેટરોમાં આવતા જ ધમાલ મચાવી શકે છે. આ ફિલ્મોમાં મણિરત્નમના નિર્દેશનમાં બનેલી ફિલ્મ પોન્નિયિન સેલ્વનથી લઇને સલમાન ખાનની ટાઈગર 3 સુધીની ફિલ્મો છે. જેમને બનાવવામાં મેકર્સે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે.સુપરસ્ટાર ચિયાન વિક્રમ, કાર્થી, એશ્વર્યા રાય બચ્ચન અને એક્ટ્રેસ તૃષા સ્ટારર નિર્દેશક મણિરત્નમની ફિલ્મ પોન્નિયિન સેલ્વન લિસ્ટમાં ટોપ સ્થાન પર છે. ફિલ્મ બનાવવા માટે મેકર્સે પૂરા 500 કરોડ રૂપિયા લગાવ્યા છે.
લિસ્ટમાં બીજા નંબર પર પ્રભાસ અને કૃતિ સેનોન ફિલ્મ આદિપુરૂષ છે. જેને તાન્હાજીના નિર્દેશક ઓમ રાઉત બનાવી રહ્યા છે. આ ફિલ્મને પણ બનાવવામાં નિર્માતાઓએ 500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરીના કેફ સ્ટારર નિર્દેશક મનીષ શર્માની ફિલ્મ વર્ષ 2023 સુધીમાં સ્લિવર સ્કરીન પર આવી જશે. આ ફિલ્મને બનાવવામાં નિર્માતાઓએ 400 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. વિક્રમ બ્લોકબસ્ટર થતા જ તમિલ સુપરસ્ટાર કમલ હસન તેમની અધૂરી ફિલ્મ ઇન્ડિયન 2 ની શૂટિંગ પૂર્ણ કરશે. આ ફિલ્મને નિર્દેશક શંકર બનાવી રહ્યા છે. ફિલ્મનું બજેટ 200 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.