જામનગરના જામસાહેબના વારસદાર તરીકે અજય જાડેજાનું નામ જાહેર , જામ સાહેબે ખુશી વ્યકત કરતા જણાવ્યું કે મને મારી એક મુંજવણ માંથી ઉકેલ મળ્યો છે 

જામનગરના રાજ પરિવાર દ્વારા મોટો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જામ સાહેબના વારસદાર તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ નિર્ણયનો સ્વીકાર અજય જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે જેથી જામસાહેબ દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો છે.અને વિશેષમાં પોતાની ખુશી વ્યકત કરતાં જણાવ્યું હતું કે મને મારી એક મુંજવણનો ઉકેલ મળ્યો છે અને તેની સફળતા આપનાર અજય જાડેજા છે . અજય જાડેજાએ માર વારસદાર થવાનું સ્વીકાર્યું છે અને અજય જાડેજા જામનગરની પ્રજાની સેવાની જવાબદારી ઉઠાવે તે જામનગર માટે વરદાનરુપ છે.

જાણો કોણ છે અજય જાડેજા?

અજય જાડેજા ભારત દેશના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ખેલાડી છે. હાલ તેઓ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ મધ્યમ ક્રમાંકના બેટ્સમેન તથા જમણેરી ધીમી ગતિના બોલર તરીકે ટીમમાં સામેલ થયા હતા.વધુમાં ખેલાડી એક દિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમજ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. જો કે, અજય જાડેજા રાજવી પરિવારનો વારસો સંભાળશે.અજય જાડેજાના પિતા દોલતસિંહ જામનગરના સાંસદ રહી ચુક્યા છે.નોંધનીય છે કે, જામ શત્રુશલ્યસિંહજીએ અજય જાડેજાને વારસદાર જાહેર કર્યા છે. 585 વર્ષ પૂર્વે જામ રાજવી જામ રાવળે કચ્છથી આવી જામનગર (નવાનગર)ની સ્થાપના કરી હતી. અજય જાડેજાના પિતા દોલતસિંહ જામનગરના સાંસદ રહી ચુક્યા છે. હવે રાજવી પરિવારનો વારસો અજય જાડેજા સંભાળશે. જામ રાજવી શત્રુશલ્યસિંહજીએ કહ્યું કે, ‘અજય પણ જાનગરની વહાલસોય જાણતાનું ખુબ ધ્યાન રાખશે.

અજય જાડેજા અને જામસાહેબ વચ્ચે શું સંબંધ છે ? જાણો 

જમસહેબ શત્રુશલ્યસિંહજીના પીઆરઓ દ્વારા આપેલ માહિતી અનુસાર  મહારાજા જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજા 

મહારાજા શ્રી રણજીતસિંહજી (પ્રિન્સ રણજી ) અપરિણીત હતા.

તેમણે પોતાના સગા ભાઈ
શ્રી જુવાનસિંહજીના પુત્ર શ્રી દિગ્વિજયસિંહજીને દત્તક લીધા હતા.

શ્રી જુવાનસિંહજીને ચાર પુત્રો હતા
કુમાર શ્રી પ્રતાપસિંહજી,
જામ શ્રી દિગ્વિજયસિંહજી
કુમાર શ્રી હિંમતસિંહજી અને
કુમાર શ્રી દિલીપસિંહજી.

મહારાજા જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજા

શ્રી અજયસિંહજી દોલતસિંહજી જાડેજા
શ્રી દોલતસિંહજી પ્રતાપસિંહજી જાડેજા

મહારાજા જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી જાડેજા અને
શ્રી પ્રતાપસિંહજી જાડેજા સગા ભાઈઓ હતા.

હાલના જામસાહેબ શ્રીશત્રુશલ્યસિંહજી જાડેજા સંબંધમાં શ્રી અજય જાડેજાના પિતરાઈ કાકા થાય.