Site icon Meraweb

ધ્રાંગડા ગામની સીમમાં હથીયાર કાઢી ફાયરિંગ કરી વિડિયો ફરતો કરનાર શખ્સ પોલીસના સકંજામાં

The man who shot a weapon in the vicinity of Dhrangada village and circulated the video is in police custody.

સોશિયલ મીડિયામાં હથિયાર સાથે નો વિડીયો વાયરલ કરી સીન સપાટા કરનાર શખ્સને એસ.ઓ.જી.ની ટીમે શોધી કાઢી તેના સીન વીખી નાખ્યા

જામનગર તા ૧, જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના ધ્રાંગડા ગામની સીમમાં હથિયાર વડે ફાયરિંગ કરી તેનો વિડીયો વાયરલ કરીને સીન સપાટા કરનારા શખ્સ ને જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીએ શોધી કાઢ્યો છે, અને તેના સીન વીખી નાખ્યા છે. જેનું હથીયાર કબજે કરી લઇ તેની સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી હથીયાર માંથી ફાયરિંગ કરવા સહિતના બીન અધિકૃત વિડિયો તૈયાર કરીને વાયરલ કરનારા શખ્સને શોધી કાઢવા માટેની એસ.ઓ.જી. શાખા દ્વારા કમર કસવામાં આવી હતી, અને સોશિયલ મીડિયાની સાઈટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.

https://meraweb.in/wp-content/uploads/2023/11/WhatsApp-Video-2023-11-02-at-13.30.41_fbf007f8.mp4


જે દરમિયાન એસ.ઓ.જી. શાખા ની ટીમે જાહેરમાં હવામાં ફાયરિંગ કરી સિંન સપાટા કરવા અંગેનો એક વિડિયો ધ્યાનમાં આવ્યો હતો.
ધ્રોળ તાલુકાના ધ્રાંગડા ગામમાં આકીબ શફિયા નામની વ્યક્તિએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં ફેસબુક સ્ટોરીમાં એક વિડીયો અપલોડ કરેલો હતો. જે વીડિયોમાં એક શખ્સ જાહેરમાં પોતાના હાથમાં બંદૂક લઈને ફાયરિંગ કરતો હોવાની હકીકત જોવા મળી હતી. તેથી એસ.ઓ.જી. ની ટીમ દ્વારા તે હકીકતની ખરાઈ કરતાં જેમાં સોહીલ ઓસમાણભાઈ રાઉમાં નામનો ધ્રાગડા ગામનો એક શખ્સ કે જે આકીબ સફિયાનો કુટુંબી થાય છે. અને તેણે ધ્રાંગડા ગામમાં આવ્યા પછી તેની વાડીએ જઈ અને પોતાની પરવારના વાળી બંદૂક માંથી ગેરકાયદે હથિયાર જાહેરમાં ફાયરિંગ કર્યું હતું, અને તેનો વિડીયો બનાવ્યો હતો.
જે વિડીયો બનાવીને તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કર્યો હતો, અને સમાજમાં એક જાતનો ભય પેદા કરે તેવી રીતે પોતાની ધાક જમાવવા માટે અને સીન સપાટી કર્યા હતા.


જેથી એસ.ઓ.જી.ની ટુકડી હરકતમાં આવી હતી, અને સૌપ્રથમ આકીબ ને શોધીને તેના આધારે મુખ્ય આરોપી સોઇલ ઓસમાણભાઈ રાઉમાને શોધી કાઢ્યો હતો, અને તેની અટકાયત કરી લઇ તેની પાસેથી હથિયાર કબજે કરી લીઘી છે.


જેની સામે આર્મ્સ એક્ટ ની કલમ તેમજ અન્ય જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.