પ્રેમ સંબંધમાં આડ ખીલી રૂપ બનતા પત્નીના પ્રેમીએ પાંચ વર્ષના ભૂલકાને પતાવી દેવાનો કર્યો પ્રયાસ

જામનગરમાં લગ્નમાં આડ ખીલી રૂપ બનતી પુત્રીની હત્યાની કોશિશ પ્રેમિકાના બોયફ્રેન્ડ દ્વારા કરવામાં આવી છે. જામનગર ઢીંચડા નજીક તિરૂપતિ સોસાયટીમાં પાંચ વર્ષની બાળકી પર માતાના પ્રેમીએ હુમલો કરીને હત્યા કરવાનો પ્રયાસ કરતા ચકચાર જાગી છે.

જામનગર ઢીચડા નજીક તિરૂપતિ સોસાયટીમાં એક મહિલા સરવરીબેન તેના લગ્ન જીવન બાદ તેના પતિથી છુટાછેડા લઈને તેની પાંચ વર્ષની પુત્રી સાથે તેના પ્રેમી સાથે રહેતી હતી. પ્રેમ સંબંધમાં પાંચ વર્ષની માસુમ પુત્રી પ્રેમીને આડખીલી રૂપ લાગતા નાની પુત્રીને બચકા ભરીને હત્યાનો પ્રયાસ કરીને પતાવી દેવાની કોશિશ કરાઈ છે.

જો તેની માતાનું માનવામાં આવે તો તેના જણાવ્યા અનુસાર તેનો પ્રેમી વિરેન જાનકી દાસ રામાવત દ્વારા બાળકી તેને પરેશાન કરતી હોય અને તેની માતા તેના પતિ સાથે હજુ પણ ટેલીફોનિક સંપર્કમાં હોય તેવી વાત કરતા પ્રેમીએ ઉશ્કેરાઈને નાના ભૂલકાને માર મારવાનો પ્રયાસ કર્યો છે. બાળકીની તબિયત હાલ નાજુક હોવાના કારણે તેને જામનગરની જી જી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.