કાશ્મીરી પંડિતોની વ્યથા પર આધારિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ મુવીને કર મુક્ત કરવાનો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાશ્મીરી પંડિતો અંગેની ચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ ’ને કરમુક્ત કરવાની જાહેરાત કરી છે. અનુપમ ખેર અને મિથુન ચક્રવર્કતી અભિનીત ધ કાશ્મીર ફાઇલ્સ જોવા દર્શકો થિયેટરોમાં જઇ રહ્યા છે. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની વ્યથા પર આધારીત છે. 

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મમાં આર્ટિકલ 370થી લઈને કાશ્મીરના ઈતિહાસને સમાવામાં આવ્યો છે. આ મુવીમાં કાશ્મીરી પંડિતોને વર્ષ 1990 માં ઘરમાંથી કઈ રીતે બહાર ફેંકી દેવામાં આવ્યા હતા તે દુઃખદ ઘટનાને વિસ્તારમાં દર્શાવામાં આવી છે. તાજેતરમાં જ હરિયાણા સરકારે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી હોવાની ઘોષણા કરી હતી. એક્સાઇઝ અને ટેક્સેસન ડિપાર્ટમેન્ટે હરિયાણામાં આ ફિલ્મને કરમુક્ત કરવાની સત્તાવાર ઘોષણા કરી હતી. આ ફિલ્મમાં આર્ટિકલ 370થી લઈને કાશ્મીરના ઈતિહાસને સમાવામાં આવ્યો છે. તેમજ કાશ્મીરી પંડિતોને કઈ રીતે ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. હરિયાણાની સાથે-સાથે મધ્ય પ્રદેશે પણ ધ કાશ્મીર ફાઈલ્સને ટેક્સ ફ્રીની ઘોષણા કરી હતી.