ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આપે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું!

The first list of candidates for the Gujarat Assembly elections has been announced!

આગામી મહિનામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ગુજરાત આપ  દ્વારા ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. આ ગુજરાત આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા આ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આપની પ્રેસ કોન્ફરન્સમાં સુરતની કામરેજ બેઠક પરથી રામ ધડુકનું નામ જાહેર કર્યું છે. આ સાથે રાજકોટ ગ્રામીણ પર વશરામભાઇ સોગઠિયાનું નામ જાહેર કર્યું છે.

The first list of candidates for the Gujarat Assembly elections has been announced!

ઇસુદાન ગઢવીએ આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ટૂંક સમયમાં આપ પાર્ટી ચૂંટણી માટે ઉમેદવારોનું બીજું લિસ્ટ પણ જાહેર કરશે. નોંધનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોવાને કારણે આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.

The first list of candidates for the Gujarat Assembly elections has been announced!

જ્યાં સૌરાષ્ટ્રના વેરાવળ ખાતે જાહેર સભાને સંબોધી હતી અને રાજકોટના એક મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી હતી. આ પહેલા કેજરીવાલે 21 જુલાઈના રોજ સુરતની તેમની મુલાકાત દરમિયાન પ્રથમ ગેરંટી યોજનાની જાહેરાત કરી હતી. તેમણે વચન આપ્યું હતું કે, જો તેમને સત્તા મળશે તો તેઓ ઘર દીઠ 300 યુનિટ વીજળી મફત આપશે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પણ પાંચ રાજ્યોના ભાજપના કાર્યકરોએ પ્રચાર પ્રસાર અને ચૂંટણી માઈક્રો પ્લાનિગમાં મદદ કરવા માટે આવશે. ઓગષ્ટ માસના બીજા સપ્તાહમાં આ કાર્યકરોએ ગુજરાત આવી જશે અને બુથ સ્તરની કામગીરી કરવા માટે લાગી જશે. આ કાર્યકરો આવે તે પહેલાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. સમગ્ર પ્રદેશમાં બીજા રાજ્યોમાંથી આવનાર તમામ હોદેદારો અને કાર્યકરો માટે રહેવા જમવાની વ્યવસ્થાનું આયોજન કરી દેવામાં આવ્યું છે.