પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ ભક્તિની સાથે દેશ ભક્તિના રંગે રંગાયુ

The first Jyotirlinga Somnath painted the color of patriotism

સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ યાત્રાધામમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનને આત્મસાત કરવામાં આવ્યું છે. સોમનાથમાં જ્યાં જુઓ ત્યાં દરેક ભવન પર તિરંગો લેહરાઈ રહ્યો છે. ધર્મ ભક્તિ અર્થે આવતા તમામ યાત્રિકોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેશભક્તિની અનુભૂતિ કરાવવામાં આવી રહી છે. હર ઘર તિરંગા ઝુંબેશ દ્વારા દરેક ભારતીય તિરંગા દ્વારા અભૂતપૂર્વ એકતાના તાંતણે જોડાયા છે. આઝાદીના આ મહાન પર્વ નિમિત્તે સોમનાથ યાત્રાધામ પણ ભક્તિ અને દેશભક્તિનું સંગમ સ્થળ બન્યું છે. વધુમાં શ્રધ્ધાળુઓને ખાસ તિરંગુ તિલક કરવામાં આવી રહ્યું છે.

The first Jyotirlinga Somnath painted the color of patriotism

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સોમનાથમાં શ્રદ્ધાળુઓને દેશભક્તિનો અનુભવ કરાવવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા બહુવિધ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરને 3d લાઇટિંગની મદદથી તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યું છે. સોમનાથના ધ્વજથી માંડીને મુખ્ય શિખર કેસરી રંગની, મધ્ય ભાગમાં સફેદ, અને પ્રવેશદ્વાર અને નીચેના ભાગને લીલા રંગની રોશનીથી  પ્રકાશિત કરાયો છે, જેના કારણે મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોને ધર્મની સાથે દેશભક્તિની અનુભૂતિ થાય છે.

advertise

આ સાથે સોમનાથ ટ્રસ્ટની તમામ ઈમારતો અને ગેસ્ટ હાઉસ પર દેશનો તિરંગો ગર્વભેર લહેરાવવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા યુવા પેઢીમાં રાષ્ટ્રીય ભાવનાને વધુ પ્રબળ બનાવવા સ્વતંત્રતા દિવસ અને હર ઘર તિરંગા અભિયાનને લગતા આકર્ષક સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. સોમનાથ સમુદ્ર દર્શન વોકવે પર વિશાળ ત્રિરંગા લગાવવામાં આવ્યા છે, જેમાં ત્રિરંગાઓની મધ્યમાં તિરંગા રંગે જય સોમનાથ લખવામાં આવ્યું છે. જેના કારણે આ સ્થળ પ્રવાસીઓમાં સૌથી પ્રખ્યાત સેલ્ફી પોઈન્ટ બન્યુ છે.સોમનાથ ટ્રસ્ટ તરફથી તમામ કર્મચારીઓને તિરંગા આપવામાં આવ્યા છે,

જેને કર્મચારીઓ તેમના ઘરે લહેરાવી શકશે. તમામ કર્મચારીઓ ત્રિરંગો લહેરાવીને પોતાની સેલ્ફી લેશે અને ટ્રસ્ટને આપશે, જેમાંથી એક મોટો ફોટો કોલાજ બનાવીને પ્રદર્શન માટે મૂકવામાં આવશે. ટ્રસ્ટના આ કાર્યોને કારણે સોમનાથ તીર્થમાં દેશભક્તિ સાથે દેશભક્તિનો અદભૂત સમન્વય જોવા મળી રહ્યો છે.