કેરળના કન્નુર જિલ્લામાં પોલીસ ટીમ પર ફાયરિંગ કરવા બદલ શુક્રવારે મોડી રાત્રે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ ગોળીબાર કરનાર વ્યક્તિના પુત્રની ધરપકડ કરવા ગઈ હતી કારણ કે તે ગુનાહિત કેસમાં આરોપી હતો, પરંતુ પિતાએ પુત્રની ધરપકડ કરવા આવેલી પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.
તેમણે કહ્યું કે આ ઘટના શુક્રવારે રાત્રે બની જ્યારે વાલાપટ્ટનમ પોલીસ સ્ટેશન સાથે જોડાયેલ પોલીસકર્મીઓની એક ટીમ આરોપી રોશનના ઘરે ચિરક્કલ ખાતે તેની ધરપકડ કરવા ગઈ હતી. રોશન તમિલનાડુના વતની પર હુમલો કરવા માટે વોન્ટેડ છે. “જ્યારે અમે ઘરે પહોંચ્યા, ત્યારે તેના પિતા બાબુ થોમસે અચાનક પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો. સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી,” એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું.
પોલીસે થોમસની બળજબરીથી અટકાયત કરી હતી, જ્યારે આરોપી રોશન પોલીસ સાથેના ઝપાઝપી દરમિયાન ભાગવામાં સફળ રહ્યો હતો. આરોપીના પિતાને પોલીસ સ્ટેશન લાવી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી રોશનની શોધ ચાલી રહી છે.