Site icon Meraweb

પાંચ રાજ્યોમાં ચૂંટણી પહેલા 25 ઉચ્ચ અધિકારીઓની છૂટી, આ કારણોસર લેવાયો નિર્ણય

The decision was taken for this reason, releasing 25 high-ranking officials ahead of the elections in five states

ચૂંટણી પંચે બુધવારના રોજ કામમાં ઢીલાશ બદલ અનેક ટોચના પોલીસ અને વહીવટી અધિકારીઓની પાંચ ચૂંટણીલક્ષી રાજ્યોમાં બદલીનો આદેશ આપ્યો હતો. તેમાં 25 પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક, નવ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ચાર સચિવો અને વિશેષ સચિવોનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સમીક્ષા દરમિયાન પંચને જાણવા મળ્યું કે કેટલાક અધિકારીઓની કામગીરી અસંતોષકારક હતી અને મત પ્રલોભન, દારૂનો ગેરકાયદે સપ્લાય વગેરે જેવી વિવિધ બાબતો પ્રત્યે તેમનો અભિગમ ગંભીર નહોતો. પંચે ટ્રાન્સફર કરાયેલા અધિકારીઓને તાત્કાલિક તેમનો ચાર્જ સંબંધિત જુનિયર અધિકારીઓને સોંપવા જણાવ્યું છે.

30 નવેમ્બરે ચૂંટણી યોજાશે

પંચે સંબંધિત રાજ્ય સરકારોને ગુરુવાર સાંજ સુધીમાં બદલી કરાયેલા અધિકારીઓની જગ્યાએ નિમણૂક કરી શકાય તેવા અધિકારીઓની યાદી મોકલવાનો આદેશ પણ આપ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં 7 થી 30 નવેમ્બર વચ્ચે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને મતગણતરી 3 ડિસેમ્બરે થશે.