લમ્પી વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુખ્યમંત્રી કરશે આજે મુલાકાત!

The chief minister will visit Kutch district, which is most affected by Lumpy virus!

ગુજરાતમાં લમ્પી વાયરસના કારણે અબોલ જીવ પર અણધારી આફત આવી ચડી છે. પશુઓના ટપાટપ મોત થતાં સ્થિતિને કાબૂમાં લેવાના પ્રત્યનો અંગે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પ્રેસ યોજી માહિતી આપી હતી. મંત્રીએ જણાવ્યું કે રાજ્યના 20 જિલ્લાના 1935 ગામોમાં લમ્પી વાયરસ દેખાયો છે. આ વાયરસના ભરડામાં અત્યારે સુધી 1431 પશુઓ મોતને ભેટયા છે. ગુજરાતમાં 54161 પશુઓમાં લમ્પી વાયરસે દેખાડો દીધો છે. રાજ્યમાં કુલ 8.17 લાખ પશુઓમાં વેક્સિનેશન થયુ છે જ્યારે સૌથી વધુ કચ્છમાં 37414 પશુઓ વારયસ ગ્રસ્ત થતાં પશુપાલકોમાં હાહાકાર મચ્યો છે. 

The chief minister will visit Kutch district, which is most affected by Lumpy virus!

ત્યારે રાજ્યમાં લમ્પી વાયરસના પ્રકોપને જોતાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે મંગળવારે સૌથી વધુ અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુલાકાત લેશે. કચ્છ જિલ્લા તંત્રના અધિકારીઑ સાથે બેઠક યોજી જરૂરી દિશા નિર્દેશ આપશે.આઇસોલેશન સેન્ટર, વેક્સિનેશન સેન્ટરની પણ મુલાકાત કરશે.પશુધનની સારવાર કામગીરીનું નિરીક્ષણ પણ કરશે. આવતા ગુરુવારે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ કચ્છની મુલાકાત લઈ રહ્યા છે. 

The chief minister will visit Kutch district, which is most affected by Lumpy virus!

રાજ્યમાં રોગને નાબૂત કરવા માટે સરકાર દ્વારા પશુપાલકોને તાત્કાલિક સારવાર, અસરગ્રસ્તને, અન્ય માહિતી માટે ફ્રી 1962 હેલ્પલાઇન શરૂ કરી તેમાં 8 દિવસમાં 21026 જેટલા દરજજો 2100થી વધુ કોલ મળી રહ્યા છે.14 જિલ્લાઓમાં પશુઓની હેરફેર અને મેળા માટે પ્રતિબંધ કરતું 26 જુલાઇએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. વેક્સિન માટેના 7 લાખ ડોઝ ઉપલબ્ધ છે, 332 આઉટ સોર્સિંગ ડોક્ટર ફરજ બજાવી રહ્યાં છે. પશુ ડોક્ટરને મોબાઇલ વાન પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  

The chief minister will visit Kutch district, which is most affected by Lumpy virus!

દૂધ ઉત્પાદક સંઘો અને સેવાકીય સંસ્થાઓ પણ મદદ કરી રહ્યાં છે.  કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સની રચના કરી  પાંચ સભ્યની નિમણૂંક કરવામાં આવી છે પશુપાલકોને તકેદારી સાથે સતર્ક રહેવા અંગે અપીલ કરતાં જણાવ્યું હતું કે, જો કોઈ પશુઓમાં આ રોગના લક્ષણો જણાય તો પશુપાલકોએ એનિમલ હેલ્પલાઈન નં. ૧૯૬૨ પર ફોન કરવો તથા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવો, જેથી સમયસર સારવાર અને રસીકરણ કરી અન્ય પશુંઓમાં આ રોગ ફેલાતો અટકાવી શકાય છે અને આ રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે.પશુપાલકોએ સ્થાનિક પશુચિકિત્સા અધિકારીના સૂચન મુજબ રોગીષ્ઠ પશુને સૌ પ્રથમ બીજા તંદુરસ્ત પશુઓથી અલગ કરવુ તથા તેના ખોરાક, પાણી અને માવજત અલગથી કરવી, રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થાળાંતર બંધ કરવું, પશુઓના રહેઠાણની જગ્યાએ સ્વચ્છતા રાખવી, પશુ ચિકિત્સા અધિકારીની સલાહ મુજબ યોગ્ય દવાઓ દ્વારા માખી, મચ્છર અને ઇતરડીના ઉપદ્રવનો અટકાવ કરવો, જેથી આ રોગનું સંક્રમણ અટકાવી શકાય.