આ એક્ટરને મળી હતી 7 વર્ષ પહેલા બજરંગી ભાઈજાન ફિલ્મની ઓફર

The actor got the offer of Bajrangi Bhaijaan 7 years ago

આજથી સાત વર્ષ પહેલા આ દિવસે લમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાન રિલીઝ થઈ હતી. 90 કરોડના બજેટમાં બનેલ ફિલ્મે બોક્સ ઓફિસ માં 969 કરોડથી વધુ કમાણી કરી હતી. જેમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 325 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મમાં સલમાન ખાન અને નાની બાળકી હર્ષાલી મલ્હોત્રાની એક્ટિંગના સારા વખાણ કરવામાં આવ્યા હતા, પરંતુ આ ફિલ્મની પહેલી પસંદ સલમાન ખાન નહતા. ફિલ્મમાં આ રોલ પહેલા હૃતિક રોશનને ઓફર કરવામાં આવ્યો હતો. 

The actor got the offer of Bajrangi Bhaijaan 7 years ago

આ ફિલ્મની વાર્તા કે.વી વિજયેન્દ્ર પ્રસાદે લખી છે જેના ડિરેક્ટર કબીર ખાન છે. જો કે આ ફિલ્મ પહેલા રાકેશ રોશન ડિરેક્ટ કરવાના હતા અને હૃતિક રોશન લીડ રોલમાં નજર આવવાના હતા અને વિજયેન્દ્ર પ્રસાદ આ ફિલ્મને કો-પ્રોડ્યુસ કરવાના હતા પણ રાકેશ રોશનને આ ફિલ્મ કોઈ સાથે કો-પ્રોડ્યુસ નતી કરવી. તે સમયે આ ફિલ્મ સલમાન ખાન પ્રોડક્શન ફિલ્મ્સ અને કબીર ખાન પાસે આવી પંહોચી હત.આ સાથે ફિલ્મની ઓફર હૃતિક રોશન પછી આ ફિલ્મ આમિર ખાનને પણ કરવામાં આવી હતી. હાલ વર્ષ 2022માં સલમાન ખાનની આ ફિલ્મના સિક્વલની ઘોષણા કરવામાં પણ આવી છે.