ટેસ્લાએ કરી કૅલિફૉર્નિયામાં ઑફિસ બંધ:૨૦૦ એમ્પ્લૉઈઝે ગુમાવી પડી નોકરી

Tesla closes office in California: 200 employees lose jobs

તાજેતરમાં ઇલેક્ટ્રિક વેહિકલ મૅન્યુફૅક્ચરર ટેસ્લાએ કૅલિફૉર્નિયાના શહેર સૅન મૅટિયોમાં તેની ઑફિસને બંધ કરી છે અને તેના લીધે ૨૦૦ કર્મચારીઓને તેની નોકરી ગુમાવી પડી છે.અમેરિકામાં આ વાતે વેગ પકડયો છે.જોઈએ તો હજુ સુધી ટેસ્લા કંપની તરફથી ઑફિશ્યલ કન્ફર્મેશન આપવામાં આવ્યું નથી.આ ઉપરાંત જે કર્મચારીઓ વાહનોના ઑટોપાઇલટ ડ્રાઇવર અસિસ્ટન્સ સિસ્ટમના ડેટાના ઍનલિસિસની કામગીરી કરતા હતા.

Tesla closes office in California: 200 employees lose jobs

તેમાંથી મોટા ભાગના કલાકોના ધોરણે કામ કરતા હતા તે જાણવા મળ્યું છે કે હજુ સૅન મૅટિયો ઑફિસમાંથી ૮૧ કર્મચારીઓને નોકરી પર જાળવી રાખવામાં આવ્યા છે. તેમજ તેમની ન્યુ યૉર્કમાં ટ્રાન્સફર પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ટેસ્લાના બૉસ ઇલૉન મસ્કે તાજેતરમાં જણાવ્યું હતું કે આગામી ત્રણ મહિનામાં આ કંપનીના ૧૦ ટકા ફુલ ટાઇમ કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવશે, પરંતુ કલાકોના ધોરણે કામ કરતા વર્કર્સની સંખ્યા વધશે.