Site icon Meraweb

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ પર કાળ બની સેના! બાતમી મળતા ઓપરેશન હાથ ધર્યું

Terrorists in Jammu and Kashmir become an army! On receiving the information, the operation was carried out

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લાના કરેરી વિસ્તારના વાનીગામ બાલામાં આતંકવાદીઓની હાજરી મળી હતી, જેના પગલે સુરક્ષા દળોએ કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેથી સુરક્ષાદળોએ તાત્કાલિક સ્થળને કોર્ડન કરી લેવામાં આવ્યું હતું.હજુ સુધી બંને પક્ષે કોઈ જાનહાની થઈ નથી.

તમને જણાવી દઈએ કે આ પહેલા બુધવારે સવારે પણ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના એન્કાઉન્ટરના સમાચાર આવ્યા હતા. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષાદળોના જવાનોએ આતંકીઓને ઘેરી લીધા હતા. એન્કાઉન્ટરની આ ઘટના કુલગામ જિલ્લાના યારીપુરાની છે. મળતી માહિતી મુજબ, 27 જુલાઈની સવારે સુરક્ષા દળોના જવાન યારીપુરાના બરિહાર્દ કાઠપુરા વિસ્તારમાં પેટ્રોલિંગ પર નીકળ્યા હતા. આ દરમિયાન એક જગ્યાએ બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતાં જ સુરક્ષા દળોએ ત્યાં પહોંચીને ઘેરો ઘાલ્યો હતો.

મહત્વનું છે કે, 15મી ઓગસ્ટ  સ્વતંત્રતા દિવસને લઈને સુરક્ષા દળો પણ સતર્ક છે. પાકિસ્તાન સાથેની સરહદે સુરક્ષાદળો દ્વારા સતર્કતા વધારી દેવામાં આવી છે. સુરક્ષા દળોએ આતંકીઓ સામેની કાર્યવાહી તેજ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણની ઘટનાઓ પણ વધી છે.