BIG BREAKING: જમ્મુ- કાશ્મીરમાં CISF જવાનોથી ભરેલી બસ પર મોટો આતંકી હુમલો, ASI શહીદ બે જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં સવારની શિફ્ટ ડ્યુટી પર જઈ રહેલા 15 CISF જવાનોથી ભરેલી બસ પર મોટો આતંકી હુમલો થયો છે. આ મામલો શુક્રવારે સવારે લગભગ 4.15 વાગ્યાનો છે. આતંકવાદીઓએ જમ્મુના ચઢ્ઢા કેમ્પ પાસે જવાનોની બસ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. CISFના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે.

જો કે, સૈનિકોએ તરત જ મોરચો સંભાળી લીધો અને આતંકવાદીઓ સામે જવાબી કાર્યવાહી શરૂ કરી. જવાબી કાર્યવાહી બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. તો બીજી તરફ આ ઘટનામાં CISFના એક ASI શહીદ થયા છે, અને અન્ય બે ઘાયલ થયા છે.