જામનગર તા.૧૬ ઓકટોબર, જામનગરમાં આવેલ ગુજરાત ગેસના ચેલા સ્થિત CNG સ્ટેશન પર આંતકવાદી હુમલાને લીધે ગેસ લીકેજ અને વીકરાળ આગની દિલધડક મોકડ્રિલ યોજાઈ હતી.

આ આગ બુઝાવવા માટે ગુજરાત ગેસ દ્વારા જામનગર મહાનગર પાલિકાની ટીમ, મ્યુયલ એઈડની કંપની જેવી કે GSECL,IOCL,BPCL,NAYARAની મદદ લેવામાં આવી હતી.

આંતકવાદીના વાહન માંથી શંકાસ્પદ ઈલેટ્રોનિક ઉપકરણ (બોમ્બ જેવું) મળી આવતા ગુજરાત ગેસના અધિકારીઓ દ્વારા પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી આ ઉપકરણને નિષ્ક્રિય કરવાની સળતાપૂર્વક પૂર્વક પાડવામાં આવતા લોકોમાં હાશકારો ફેલાયો હતો.

આ લોક જાગૃતિના સફળ મોકડ્રીલનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમા કાયદો અને વ્યસ્થા જળવાય તે હેતુથી પોલીસ બંદબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

શહેર પ્રાંત અધિકારી પી.બી. પરમાર અને ચીફ ફાયર ઓફિસર બિસનોઈ દ્વારા મોકડ્રીલ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ સમગ્ર આયોજન કલેકટર બી.એ.શાહ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.