ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર સલીમ દુરાનીનું નિધન, 88 વર્ષની વયે ગુજરાતના જામનગરમાં લીધા અંતિમ શ્વાસ

ભારતીય ક્રિકેટ માટે 2 એપ્રિલની સવારે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સલીમ દુરાનીનું 88 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડિત હતા. દુર્રાની ભારત માટે માત્ર ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા. દુર્રાનીની ગણતરી એવા ખેલાડીમાં થતી હતી, જે ચાહકોની માંગ પર સિક્સર ફટકારતા હતા.

સલીમ દુર્રાનીનો જન્મ 1934માં અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં થયો હતો. તેણે 1960માં ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે છેલ્લી ટેસ્ટ 1973માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. દુર્રાનીએ 13 વર્ષની કારકિર્દીમાં ભારત માટે કુલ 27 ટેસ્ટ રમી હતી. આ દરમિયાન તેણે 1202 રન બનાવ્યા અને 78 વિકેટ ઝડપી. તેણે ટેસ્ટમાં 1 સદી અને 7 અડધી સદી ફટકારી છે. તેણે માત્ર એક જ વાર ટેસ્ટમાં 10 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. તે જ સમયે, 3 વખત 5 વિકેટ લીધી.

સ્થાનિક ક્રિકેટ કારકિર્દી સલીમ દુર્રાનીએ 1953માં ડોમેસ્ટિક ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. પહેલા તે સૌરાષ્ટ્રની ટીમ માટે રમ્યો હતો. ત્યારબાદ 1954 થી 1956 સુધી ગુજરાત અને 1956 થી 1978 સુધી રાજસ્થાન માટે રમ્યા. તે ઘરેલુ ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શન માટે પણ જાણીતો હતો.દુર્રાની અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ક્રિકેટર હતા. આ સિવાય તેને BCCI દ્વારા વર્ષ 2011માં સીકે ​​નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ક્રિકેટ સિવાય તેણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે 1973માં આવેલી ફિલ્મ ‘ચરિત્ર’માં કામ કર્યું હતું.