જામનગર શહેર અને જિલ્લામાં શિક્ષકો અને આરોગ્યકર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ લઇને આજે બન્નેના કર્મચારીઓ દ્વારા સર્કિટ હાઉસ ખાતે વિરોધ પ્રદર્શન કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવા કાળી પટ્ટી બાંધવા સૂત્રોચ્ચાર કર્યા હતાં.

જૂની પેંશન યોજના લાગુ કરવા આજે રાજ્યભરમાં સરકારી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.જામનગર ખાતે શિક્ષકો અને આરોગ્ય સહિતના કર્મચારીઓ દ્વારા આજે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવ્યો.સાતમા પગાર પંચનો સંપૂર્ણ અમલ.એનપીએસ ગો બેક. . નવી પેંશન યોજના બંધ કરવા અને ઓપીએસ કમ બેક.સીપીએફ નહિ જીપીએફ આપો. .. સહિતની માંગણીઓ સાથે કર્મચારીઓએ સરકારની નીતિનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા , સરકાર દ્વારા માંગણી સંતોષવામાં નહિ આવે તો આગામી સમયમાં ઉગ્ર અને જલદ લડાઈ લડવાની કર્મચારીઓએ તૈયારી દર્શાવી છે.





















