Site icon Meraweb

ટાટાએ એક સાથે કારોની કિંમતમાં વધારો કરી ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો

Tata simultaneously increased the price of cars, giving consumers a big tweak

ટાટા મોટર્સે તેના તમામ વાહનોના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જેમાં વાહનોની સરેરાશ કિંમતમાં 0.55%નો વધારો કરવામાં આવ્યો છે. તેમજ કંપનીએ બધી શ્રેણીનાં વાહનોની કિંમતોમાં વધારો કર્યો છે. જોઈએ તો વાહનોનો આ વધારો તેના મોડલના આધારે કરવામાં આવ્યો છે. ટાટા મોટર્સ Nexon, Punch, Safari, Harrier, Tiago, Altroz ​​અને Tigor કારનું વેચાણ કરે છે અને આ તમામની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં કંપનીએ નથી જણાવ્યું કે કઈ કારની કિંમતમાં કેટલો વધારો થયો છે.

અગાઉ ટાટા મોટર્સે પેસેન્જર વાહનોની કિંમતોમાં સરેરાશ 1.10% નો વધારો કર્યો હતો અને તાજેતરમાં જ બ્રાન્ડે કોમર્શિયલ વાહનોના ભાવમાં 1.5 ટકાથી 2.5 ટકાનો વધારો કર્યો હતો. સતત વધતી કિંમતને ધ્યાનમાં રાખીને કંપનીએ આ નિર્ણય લીધો હતો અને હવે ફરી એકવાર કંપનીએ તેના પેસેન્જર વાહનોની કિંમતોમાં વધારો કર્યો છે.કંપનીએ એ પણ જણાવ્યું કે વેરિઅન્ટ અને મોડલના આધારે સમગ્ર રેન્જમાં સરેરાશ 0.55 ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેમાં કંપનીએ વધેલા ઈનપુટ ખર્ચના મોટા ભાગને પહોંચી વળવા વ્યાપક પગલાં લીધા છે.પરંતુ ઈનપુટ ખર્ચમાં વધારાની અસરને સરભર કરવા માટે આ લઘુત્તમ ભાવવધારો કરવો પડશે.