દરેડ બી.આર.સી.ભવનમાં પુસ્તકો પલળી જવાના મામલામાં રિપોર્ટમાં શું છે તે બાબતે હજુ પણ સસ્પેન્સ યથાવત

જામનગર સહીત રાજ્યભરના શિક્ષણજગતમાં ખૂબ જ ચર્ચિત અને પેચીદો બનેલ મુદ્દો દરેડ બી.આર.સી.ભવનમાં સરકારી પુસ્તકો સહિતનું સાહિત્ય પલળી જવાના મામલે આજે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિપુલ મહેતા રાજ્યના સર્વ શિક્ષા અભિયાન (ગાંધીનગર) ખાતે મામલાનો રીપોર્ટ સબમિટ કરશે તેમ કહ્યું હતું. જો કે રીપોર્ટમાં શું છે તે રહસ્ય પરથી હાલ તેમને કોઈ પરદો ઊંચક્યો નથી , મહત્વનું છે કે મામલાની તપાસ જેમને સોંપવામાં આવી હતી તે તપાસ સમિતિના વડાએ ફાઈલ ગુમ થઇ જવા સહિતના ગંભીર આક્ષેપો કરતા સમિતિના સભ્યો તેમજ ચાલતી તપાસમાં દોષીતને બચાવવાના પ્રયાસો થતા હતા તેવુ સ્પષ્ટપણે દેખાઈ આવતા તપાસની ગોપનીયતા તેમજ નિષ્પક્ષતા પર અનેક સવાલો ઉઠ્યા હતા, કસુરવારને બચાવવાના અથાગ હવાતિયા બાદ થનાર રીપોર્ટ અને તે બાદ લેવાનાર પગલાઓ પર જાણકારોની નજર…