સૂર્યકુમાર યાદવે 15 દિવસમાં 6 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. તેને પોતાની જાતને 2 સુંદર ગિફ્ટ આપવામાં આટલો ખર્ચ કર્યો. એશિયા કપ પહેલા ભારતના સ્ટાર બેટ્સમેને પોતાને ભેટ આપી છે. તેને તેના કાર કલેક્શનમાં નવી Mercedez-Benz SUV GLS AMG 63 ને સામેલ કરી છે. તેની કિંમત લગભગ 2.15 કરોડ રૂપિયા છે.
Mercedez-Benz SUV GLS AMG 63 ના માત્ર 15 દિવસ પહેલા જ સૂર્યકુમારે 3.64 કરોડ રૂપિયામાં Porsche Turbo 911 ખરીદી હતી. 3 ઓગસ્ટે તેને ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી અને જણાવ્યું કે આ કાર તેના ઘરે આવવા માટે તૈયાર છે. સૂર્યકુમાર યાદવે હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ટી20 મેચમાં 135 રન બનાવ્યા હતા. તે આઈસીસી ટી20 રેન્કિંગમાં તેની કરિયરના સર્વશ્રેષ્ઠ બીજા રેન્ક પર પહોંચી ગયો છે.
સૂર્યકુમાર યાદવ ટૂંક સમયમાં આ મહિનાના અંતમાં શરૂ થઈ રહેલા એશિયા કપમાં બિઝી થઈ જશે અને તે ભારતીય ટીમનો મહત્વનો ભાગ છે.