ચકચારી ગુજસીટોક પ્રકરણમાં પાંચ આરોપીઓની જામીન અરજી મંજૂર કરતી સુપ્રીમ કોર્ટ

જામનગરના ચકચારી ગુજસીટોક પ્રકરણમાં પાંચ આરોપીઓના સુપ્રીમ કોર્ટમાં જામીન મંજૂર થયા છે.ગુજસીટોકના આરોપી જાણીતા બિલ્ડર નિલેશ ટોલિયા, યશપાલસિંહ જાડેજા , જસપાલસિંહ જાડેજા ,વકીલ માનસતા અને જીમી આડતીયા સહિતના પાંચ લોકોનો જામીન પર છુટકારો થશે.અનેક વખત હાઇકોર્ટમાં જામીન અરજી કરવા છતાં હાઈકોર્ટમાંથી જામીન અરજી રદ કરાતા આખરે સુપ્રિકોર્ટ દ્વારા પાંચ આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે..

ગુજરાતમાં ગુજસીટોકનું શસ્ત્ર સૌ પ્રથમ જામનગરમાં અજમાવવામાં આવ્યું હતુ.ખંડણી, જમીન પચાવી પાડવી, ફાયરિંગ અને ખોટા દસ્તાવેજો બનાવી અને લોકોની જમીન પર કબ્જા કરવા જેવી અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સિન્ડિકેટ ક્રાઇમ દ્વારા આચરવામાં આવતી હોવાના આરોપ સાથે 16 જેટલા શખ્શોની ધરપકડ કરી અને ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાઈ હતી….

જામનગર સહિત રાજ્ય ભરમાં અનેક કૌંભંડોમાં સંડોવાયેલ કુખ્યાત જયેશ પટેલના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે જામનગર સ્પેશ્યલ પોલીસ ઓફિસરની નિમણૂક કરી હતી જામનગરના એસપી તરીકે રાજ્યમાં સારી કામગીરી કરનાર આઇપીએસ દીપેન ભદ્રનની નિમણૂક કરી જયેશ પટેલ સામે સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દીપેન ભદ્રન દ્વારા બે તબક્કામાં જયેશ પટેલના નેટવર્કને નાબુદ કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી.

પ્રથમ તબક્કામાં જયેશ પટેલ સાથે ગુનાખોરીમાં સંકળાયેલા શખ્સોને ઉઠાવી લેવામાં આવ્યા હતા જેમાં શહેરના અનિયા લાંબાથી માંડી અન્ય સભ્યોનો સમાવેશ થાય છે ત્યારબાદ બીજા તબક્કામાં જયેશ પટેલના ખંડણી પ્રકરણમાં મદદગારી કરનાર વાઈટ કોલર શખ્સો સામે ગાળીઓ કસવામાં આવ્યો હતો. જેમાં મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, પૂર્વ પોલીસ કર્મચારી વશરામ આહીર, અને શહેરના નામાંકિત બિલ્ડર નિલેશ ટોળીયા સહિતના શખ્સો સામે ગુજસીટોક ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે જયેશ પટેલ સહિતના ૧૪ શખ્સો સામે ગુજસીટોક ધારા હેઠળ ફરિયાદ નોંધી હતી આ ફરિયાદમાં જયેશ પટેલને મદદગારી કરનાર નામાંકિત વકીલ વસંત માનસતાનો પણ આરોપી તરીકે સમાવેશ કરાયો હતો દરમ્યાન પોલીસ દ્વારા સમયાંતરે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

ફરિયાદ નોંધવાના ત્રણ માસના ગાળા દરમિયાન પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા જયેશ પટેલના સાગરીતોની ધરપકડ કરી હતી જોકે જયેશ પટેલ અને તેના સાગરિતોમા રમેશ આભંગી સહિતના ચાર શખ્સો હજુ સુધી પોલીસના હાથે જ આવ્યા નથી. પરંતુ જયેશ પટેલ લંડન પોલીસના હાથે પકડાઈ જતાં પોલીસ દ્વારા પ્રત્યાર્પણની કાર્યવાહી કરવામાં આવી રહી છે.