વાંકાચૂંકા દાંતની માટે અદૃશ્ય બ્રેસિસ અને બાળકોના દાંતની સારવાર માટે લાફિંગ ગેસ સાથે અદ્યતન હોસ્પિટલનો જામનગરમાં શુભારંભ

જામનગર શહેર માટે વાંકાચૂંકા દાંતની સારવાર અને બાળકોના દાંત માટે પીડારહિત ટ્રીટમેન્ટમાં અતિ આધુનિક હોસ્પિટલ “ભગદે ઓર્થોડોન્ટિક એન્ડ પિડિયાટ્રિક ડેન્ટલ કેર” નો રવિવાર, તા. ૧૩ ઓક્ટોબરના રોજ પંડિત નેહરૂ માર્ગ ઉપર માણેક સેન્ટરની બાજુમાં સ્વાગત કોમ્પલેક્ષમાં બીજા માળે શુભારંભ થઈ રહ્યો છે.જામનગરના જાણીતા તબીબી ભગદે પરિવારના ડો. આશિષ ભગદે અને તેમના પત્ની ડો. અનમોલ પટેલ ભગદે આ નવી સુવિધાસભર અદ્યતન હોસ્પિટલ શરૂ કરવા જઈ રહ્યા છે.

ડો અનમોલ પટેલ ભગદે (બી.ડી.એસ. એમ ડી.એસ. ઓર્થોડોન્ટિસ્ટ) વાંકાચૂંકા દાંતની સારવાર માટે જામનગરમાં પ્રથમ એવા સર્ટિફાઇડ ઇનવિઝાલાઇન ટેક્નોલોજી (યુ.એસ.એ.) એટલે કે અદૃશ્ય બ્રેસિસ અને શહેરમાં એકમાત્ર આઈટેરો ડેન્ટલ સ્કેનરની નવી ટેકનોલોજી લાવ્યા છે. જામનગરમાં પ્રથમ વખત આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના ઉપયોગથી ડેન્ટલ ટ્રીટમેન્ટ કર્યા પછી તમારા દાંત તથા ચહેરો ભવિષ્યમાં કેવો લાગશે તે સિમ્યુલેશનથી દર્શાવવામાં આવશે. ડો. અનમોલ દ્વારા ઇનવિઝાલાઇન (અદૃશ્ય) બ્રેસિસ, મેટલ સેલ્ફ લોકિંગ બ્રેસિસ અને સિરામિક/સેલ્ફ લોકિંગ બ્રેસિસની મદદથી વાંકચૂંકા દાંત, આગળ પડતા દાંત, ઉપરના દાંત અંદર પડતા હોય, રાક્ષસી દાંત ઉપર પડતા હોય, ઉપર નીચેના દાંત ભેગા ન થતા હોય, ઉપર નીચેના દાંત સરખા બંધ ન બેસતા હોય, નીચેના દાંત ન દેખાતા હોય કે ખૂટતા દાંતની સારવાર કરવામાં આવશે.

ડો.આશિષ ભગદે (બી.ડી.એસ., એમ.ડી.એસ. પિડિયાટ્રિક ડેન્ટિસ્ટ) બાળકોના દાંતના નિષ્ણાંત ડેન્ટિસ્ટ તરીકે બાળકોના દાંતની દુખાવા વગરની સારવાર અદ્યતન કોન્સેડ ઈન્ટરનેશનલ ટેકનોલોજીના લાફિંગ ગેસની મદદથી માત્ર એક જ સિટિંગમાં કરશે જે પણ જામનગરમાં એકમાત્ર હશે.પીડા રહિત સારવાર માટે લાફિંગ ગેસના ઉપયોગથી ટ્રીટમેન્ટ કરાશે. જેનાથી બાળક હસતા હસતા અને શાંત રહીને ટ્રીટમેન્ટ કરાવે. બાળકની ટ્રીટમેન્ટ દરમ્યાન ચાઈલ્ડએન્ટરટેઈનમેન્ટ પણ રાખવામાં આવશે બાળકોની હોસ્પિટલમાં પ્લે એરિયા પણ વિશેષમાં રાખેલ છે. આ ઉપરાંત બાળકોને દાંતના સડાથી બચાવવાની સારવાર, દાંતના કલરની જ સીમેન્ટ ફીલિંગની ટ્રીટમેન્ટ, ઇમરજન્સી સારવાર એટલે કે ડેન્ટલ ટ્રોમા, મેટલ અને દાંતના કલરની ઝિોનિયા/બાયોફ્લિક્ષ કેપ્સ દ્વારા સિંગલ સિટિંગમાં દાંતના મૂળિયાની સારવાર, પ્રારંભિક દાંતના વચ્ચેના ગેપની સારવાર અને બાળકોમાં આદત છોડાવવાની સારવારનો સમાવેશ થાય છે.હોસ્પિટલની ખાસ વિશેષતા એ છે કે દિવ્યાંગ કે માનસિક રીતે અવિકસિત અને અનાથ બાળકની સારવાર મફત કરવામાં આવશે.