શ્રીકૃષ્ણ સુભદ્રા વિવાદ ફરી વકર્યો ,લાલા આહિરે સી.આર.પાટીલને આપ્યું પાંચ દિવસનું અલટીમેટમ

કૃષ્ણ સુભદ્રા વિવાદ ફરી વકર્યો છે…માધવપુરમાં સી.આર.પાટીલ દ્વારા સુભદ્રાજી ને કૃષ્ણના પત્ની કહેતા આ વિવાદ શરૂ થયો હતો.ત્યારબાદ આહીર સમાજ દ્વારા આ મુદ્દે સી.આર.પાટીલનો વિરોધ કરવામાં આવ્યો હતો.અને સી.આર.પાટીલ દ્વારકા આવીને માફી માંગે તેવું માંગ કરવામાં આવી હતી..ત્યારબાદ કૃષ્ણ પ્રેમી જનતાની અને આહીર સમાજનાં યુવાનોની માંગણી સી.આર.પાટિલે સ્વીકારી હતી.

પોરબંદર ના માધવપુર મેળામાં સી.આર.પાટિલે વિવાદિત બયાન આપ્યું હતું જેમાં ભગવાન શ્રીકૃષ્ણના પત્ની રૂક્ષ્મણીજીની જગ્યાએ સુભદ્રાજી નો ઉલ્લેખ થયો હતો અને તે ભુલના હિસાબે કૃષ્ણ વંશી આહીર સમાજ ઉગ્ર બન્યો હતો ત્યાર બાદ ખુબ પ્રમાણ સી.આર પાટીલ સામેની નારાજગી જોર પકડ્યું હતું, અને સમગ્ર ગુજરાત માં ઠેર ઠેર વિરોધ થયો હતો જેને અનુસંધાને તારીખ ૧૫/૦૪/૨૨ માં રોજ રાત્રે ગુજરાત અધ્યક્ષ સી.આર.પાટિલના નિવાસ સ્થાને આહીર સમાજના યુવાનો આહીર હેમંતભાઈ લોખિલ, આહીર સંજય ચેતરીયા, આહીર ખોડુભાઈ સેગલીયા, આહીર વિક્રમભાઈ બોરીચા , આહીર ધર્મેશભાઈ વાળા વગેરેની મિટિંગ થઈ હતી, જેમાં સી.આર.પાટીલ દ્વારા આહીર સમાજના યુવાનોની વાતને ગંભીરતા પૂર્વક સાંભળી હતી આહીર સમાજની જે મુખ્ય માંગણી હતી કે ભગવાન દ્વારકાધીશના મંદિરે માફી માંગવા આવવુ, અને દ્વારકાની આજુ બાજુની ગૌશાળા માં ઘાસચારો (નીરણ) આપી પ્રાયશ્ચિત કરવાની માંગણી, તેમજ વિડિયો દ્વારા માફી માંગ કરવામાં આવી હતી. જે માંગણીઓ સી.આર.પાટિલે સ્વીકારી લીધી હતી…અને આવતા ૧૫ દિવસની અંદર આ તમામ માંગણીઓ પૂર્ણ થઈ જશે એમ સી.આર.પાટિલે પોતાના જવાબમાં કહ્યું હતું કે હું કૃષ્ણ ભગવાન ને ખુબ પ્રેમ કરું છું અને આહીર સમાજ પ્રત્યે મને ખૂબ પ્રેમ છે હુ ૧૫ દિવસ મા દ્વારિકા આવી જઈશ અને શકય બનશે તેટલી ગૌશાળામાં હુ ઘાસચારો આપવા માટે પણ તૈયાર છું…

પરંતુ એ વાતને ઘણો સમય પસાર થઈ ગયો છે…પાટીલે આપેલ પંદર દિવસની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં પાટિલ દ્વારકા દર્શને ન પહોંચતા વિવાદ વકાર્યો છે….પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને લાલા આહીરની ચેતવણી વિડિયો મારફતે આપી છે.સી.આર.પાટીલને પાંચ દિવસનું અલટીમેટમ આપવામાં આવ્યું છે..જો પાંચ દિવસમાં સી.આર.પાટીલ દ્વારકા આવીને માફી નહિ માંગે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે….