ધોલમાં માનવ બલીની ચોંકાવનારી ઘટના ,સગા ભાઈ-બહેને ધાર્મિક વિધિ માટે નાની બહેનની દીવાલમાં માથા ભટકાવી હથિયારના આડેધડ ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખતાં ચકચાર

જામનગર જિલ્લાના ધ્રોલના હજામ ચોર વિસ્તારમાં માનવ બલીની ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સગા ભાઇ બહેને નાની બહેનને દિવાલમાં માથા પછાડી અને હથિયારના આડેધડ ઘા કરી તેની હત્યા નીપજાવતા ભારે ચક્કર જાગી છે. દાહોદ વિસ્તારના ખેત મજૂરી કરતા એક પરિવારના સગા ભાઈ બહેનને નાની બહેનની હત્યાનો બનાવ સામે આવ્યો છે.

મોટી બહેને ભાઈને ધૂણીને કહ્યું કે નાની બહેન તેમના પરિવાર માટે પવિત્ર નથી અને તેના મારી નાખ્યા બાદ જ તેમના પરિવારની પ્રગતિ થાય તે રીતની વાતને લઈને મોટી બહેન અને તેના ભાઈએ સાથે મળીને આડેધડ માથા પછાડી અને હત્યા નીપજાવવામાં આવી છે.બે દિવસ પૂર્વે બનેલ આ બનાવના પગલે પોલીસને હત્યાની શંકા નીપજી હતી ત્યારે યુવતીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો . ત્યારબાદ યુવતીનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં હત્યા જાહેર થતાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આજના આ રોકેટ યુગમાં પણ અંધશ્રદ્ધાથી પીડિત માણસો હજુ પણ કોઈનો જીવ લેતા અચકાતા નથી. આવા એક નહીં પરંતુ અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે ત્યારે આવા વધુ એક બનાવે લોકોને અત્યારે તેમાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે અને દીધા છે અને

કોઈની અંધશ્રદ્ધાએ એક નિર્દોષનો જીવ લીધો છે.આવી નીચી કક્ષાની માનસિકતા ધરાવતા લોકો વિરુદ્ધ સભ્ય સમાજ ફિટકારની લાગણી વરસાવી રહ્યો છે. એક તરફ આપણે આકાશને આંબવાની વાતો કરીએ છીએ ત્યાં બીજી તરફ આપણે પાતાળથી પણ નીચે જઈ રહ્યા છીએ . ત્યારે આ પ્રકારના લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.