કર્મચારી મહામંડળના પડતર પ્રશ્નોનો તો વીટો વાળી દેવાયો.ત્યારબાદ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો હકારાત્મક નિકાલ આવ્યો તે માટે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી..
આ સમયે કર્મચારી મહામંડળના અગ્રણી જ્યારે મીડિયા સમક્ષ વાત કરી રહ્યા હતા ત્યારે મંત્રી જગદીશ પંચાલે લખવાનું શરૂ કર્યું.પહેલા દિગુભા સામે ઇશારાઓમાં વાત થઇ અને ત્યારબાદ કાગળ પર સરકાર અને સીએમનો આભાર વ્યકત કરો તેવું લખાણ લખ્યું.પરંતુ કર્મચારી મંડળના આગેવાનનું ધ્યાન ન હતું કે તેમને આભાર વ્યકત કરવાનો છે. ત્યારબાદ ધીરેથી આ કાગળ સામે રાખ્યો અને મૂક ઇશારો કરીને જણાવી દેવાયું કે સરકારે માંગણીઓ સ્વીકારી લીધી છે એટલે સરકારનો આભાર વ્યકત કરો.
આમ કર્મચારી મહામંડળના અગ્રણી જાણે ચીઠ્ઠીના ચાકર હોય તેવી રીતે તેમની પાસે સરકારનો આભાર વ્યકત કરાવ્યો.પરંતુ જગદીશ પંચાલ સાહેબને કદાચ ખબર નહીં હોય તેઓની સામે મીડિયાના કેમેરા છે તેમને કરેલા ઇશારાઓ અને લખાણ અને ત્યારબાદ ચીઠ્ઠીમાં સરકાર અને સીએમનો આભાર વ્યકત કરવાનું લખેલું લખાણ બધું જ કેદ થઇ રહ્યું હતું.ત્યારે આ રીતે કર્મચારીઓની માંગણીઓને અંશતઃ પૂર્ણ કરીને સરકારે બહુ જોરદાર નિર્ણય કર્યો છે તેવું ચિત્ર ઉભું કરાયું.