જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ માટે સેન્સની પ્રક્રિયા શરૂ

જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.સ્ટેન્ડિંગ ચેરમેન , મેયર , ડે. મેયર , શાસકપક્ષ નેતા તેમજ દંડક સહિતના પદો માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે.જામનગર મહાનગરપાલિકાના શાસનને અઢી વર્ષ પૂર્ણ થતાં નવા હોદેદારોની નિમણૂક માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.કુલ 3 નિરીક્ષકો દ્વારા મનપાના પદાધિકારી પદ માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે.

જામનગર મહાનગરપાલિકા કુલ બે વિધાનસભા બેઠકોમાં વહેંચાયેલી છે.અત્યારે હાલ સ્ટેન્ડિંગ ચેરમેન 79 વિધાનસભાના છે માટે આ વખતે 78 વિધાનસભામાંથી કોઈ નગરસેવકની પસંદગી કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.ચેરમેન પદ માટે બ્રાહ્મણ , ક્ષત્રિય , આહીર , પાટીદાર તેમજ સતવારા સમાજના ઉમેદવારો રેસમાં છે તો બીજી તરફ મેયર પદ માટે એસસી અનામત સીટ હોવાના કારણે માત્ર 3 થી 4 લોકો રેસમાં છે.પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા કોના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તેના પર સૌની નજર છે.