Site icon Meraweb

નેશનલ અંડર 19 ફૂટબોલની ટીમમાં જામનગરની આહીર સમાજની પ્રથમ દીકરી બંસી ચોચાની પસંદગી

ચોચા પરિવારની બંસી સમસ્ત આહીર સમાજનું ગૌરવ

રાષ્ટ્રીય કક્ષા ફૂટબોલની સ્પર્ધા 6/1/2023 થી 11/1/2023 સુધી લુધિયાણા પંજાબ ખાતે યોજવા જઈ રહી છે. ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પસંદગી પામેલા ફૂટબોલ રમતના ખેલાડી બહેનોના પ્રિ નેશનલ કોચિંગ કેમ્પનું આયોજન સાબર સ્ટેડિયમ ભોલેશ્વર ખાતે કરવામાં આવ્યું છે જેમાં નેશનલ ટીમમાં આહીર સમાજનું ગૌરવ એવા જામનગરના આહિર સમાજના એક માત્ર દીકરી બંસી ચોંચાની નેશનલ ટીમમા પસંદગી કરવામાં આવી છે.

આહીર સમાજના આ પ્રથમ દીકરી ફૂટબોલ નેશનલની ટીમમાં પસંદગી પામ્યા છે. ઘણા લાંબા સમયથી પ્રેક્ટિસ કરી રહેલા અને સતત પુરુષાર્થ કરતી આ દીકરીને નેશનલ ટીમમાં સ્થાન મળવાથી બંસી ચોચા હવે ચોચા પરિવારનો તેમજ સમસ્ત આહિર સમાજનો નેશનલ સ્પોર્ટ્સ લેવલે ડંકો વગાડશે.

આમ તો જામનગરનો સ્પોર્ટ્સ સાથે જૂનો સંબંધ રહ્યો છે ત્યારે જામનગરની આ દીકરીને નેશનલ ફૂટબોલ ટીમમાં સ્થાન મળતા જામનગર ફરી એક વખત સ્પોર્ટમાં રાષ્ટ્રીય સ્તરે ચમક્યું છે.

સાતમા ધોરણમાં અભ્યાસ કરતા કરતા ફૂટબોલની ગેમની પ્રેકટીસની શરૂઆત કરતા આ દીકરીએ આજે પોતાની મહેનત , આત્મવિશ્વાસ અને પરિવારના સહયોગથી આજે નેશનલ લેવલે સ્થાન મેળવ્યું છે. અનેક વખત રાજ્ય સ્તરે ફૂટબોલની ટીમમાં રાજ્ય સરકાર તરફથી ફૂટબોલની ટીમમાં કાબિલે દાદ ખેલ ખેલીને રાજ્ય સરકાર તેમજ આહીર સમાજનું ગૌરવ વધાર્યું છે. ત્યારે ફરી એક વખત એ જ હુનર એ જ ધગશ અને ફૂટબોલ પ્રત્યેના પ્રેમના કારણે તેણીને નેશનલ ટીમમાં સ્થાન મળ્યું છે.