મોસમમાં બદલાવ શરૂ: જામનગરમાં મોડી રાત્રે ઝાકળ પાડતા અદભૂત વાતાવરણ છવાયો….

Seasonal change begins: Jamnagar gets a spectacular atmosphere with late night mist….

હજુ ઉનાળા જેવો આકરો તાપ પડી રહ્યો છે આ વચ્ચે વાતાવરણમાં આજે બદલાવ જોવા મળ્યો હતો. આજે મોડી રાત્રે ઝાકળ જોવા મળી હતી. તેમજ વેહલી સવારે પણ ઝાકળ છવાતા ખુબ આહલાદક વાતાવરણ સર્જાયું હતું. લોકોએ સવારના આ વાતાવરણના બદલાવને માણ્યો હતો.

ચોમાસાની વિધિવત વિદાય હજુ બાકી છે. ત્યાં, શિયાળાના આગમન ની આહટ જોવા મળી હતી. આજે એકાએક વહેલી સવારે ઝાકળની ચાદર છવાતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

હજુ બપોર દરમ્યાન આકરા તાપનો અનુભવ થાય છે. કેટલીકવાર વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. આ ડબલ ઋતુ વચ્ચે ઝાકળ પડતા આજે મોડી રાત્રે અદભૂત વાતાવરણ સર્જાયું હતું.