Site icon Meraweb

સત્યમ સેવા સમિતિ દ્વારા ખંભાળીયામા ચકલી ઘર અને કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું

જામ ખંભાળીયા શહેરમા અનેક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા સત્યમ સેવા સમિતિ દ્વારા આજરોજ નગરપાલિકા ગાર્ડનના યોગ કેન્દ્ર ખાતે ચકલી દિવસ નિમિત્તે 600 થી વધુ ચકલી ઘર 2000 થી વધુ પક્ષીઓ માટે પાણી ના કુંડા નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી પૂર્વ ધારાસભ્ય મુળુભાઈ બેરા સહિત અનેક રાજકીય સામાજિક આગેવાનો એ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સત્યમ સેવા સમિતી ટીમની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા.