સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીની ફિલ્મ ગૉડ ફાધરમાં સલમાન ખાન ખાસ રોલ નિભાવી રહ્યા છે. હવે આ ફિલ્મનું એક ટીઝર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મ ગૉડ ફાધરનું ટીઝર એકદમ ધમાકેદાર છે. ફિલ્મમાં ચિરંજીવી બૉસના પણ બૉસ, સૌથી મોટા બૉસ એટલે ગૉડ ફાધરની ભૂમિકા નિભાવતા નજરે આવશે. ટીઝરમાં બધા કોઈની રાહ જોઇ રહ્યા છે. આ વ્યક્તિ જેને સૌ ગૉડફાધર કહે છે, છ વર્ષ બાદ ફરી દુનિયાની સામે આવી ગયા છે. ત્યારે, સલમાન ખાન, ગૉડફાધરના નાનાભાઈની ભૂમિકામાં છે.
ટીઝરમાં મેગાસ્ટાર ચિરંજીવીને જબરદસ્ત એક્શન કરતા જોઇ શકાય છે. તો સલમાન ખાન બાઇક પર સ્ટંટ કરતા નજરે આવી રહ્યા છે. તો એક સીનમાં બન્ને એક ગાડીમાં જોવા મળે છે. બન્નેની સુપરસ્ટાર એક્શન અવતારમાં જબરદસ્ત લાગી રહ્યા છે. ફિલ્મમાં તેમની સાથે એક્ટ્રેસ નયનતારા પણ છે. નયનતારાનું પાત્ર ગૉડફાધરની સામે છે. તેવામાં તેઓ નથી ઇચ્છતા કે ગૉડફાધર પરત આવે.
ડાયરેક્ટર મોહન રાજાની બનાવેલી ગૉડ ફાધર એક પોલિટિકલ એક્શન ફિલ્મ છે. આ 2019માં આવેલી મલયાલમ ફિલ્મ લૂસિફરનું ઑફિશિયલ રીમેક છે. આ ફિલ્મથી સુપરસ્ટાર સલમાન ખાન પોતાનું તેલુગૂ ડેબ્યૂ કરી રહ્યા છે. તેમની સાથે લાઇઝરના ડાયરેક્ટર પુરી જગન્નાથ અને એક્ટર સત્યદેવ કંચરાના પણ નજરે આવશે. આ ફિલ્મ દશેરાના દિવસે 5 ઓક્ટોબર 2022ના રોજ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.